ઇઝરાયેલ
ઈઝરાયેલમાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. તેલ અવીવમાં થયેલા આ હુમલામાં બે લોકોના મોત થયા છે, જ્યારે આઠ લોકો ઘાયલ થયા હતા. ગોળીબારમાં ઘાયલ થયેલા દસ લોકોને નજીકની ઈચિલોવ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી બે વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ પ્રવક્તા એલી લેવીએ દાવો કર્યો હતો કે આ ગોળીબાર એક “આતંકવાદી હુમલો” હતો જે ડિઝેન્ગોફ સ્ટ્રીટ પર અનેક સ્થળોએ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, આ ઘટના સ્થળ તેલ અવીવની સૌથી વ્યસ્ત શેરીઓમાં બની હતી,જ્યાં ઘણા કાફે અને બાર છે. કલાકોની જહેમત બાદ, ઇઝરાયેલ સુરક્ષા દળોએ હુમલાખોર આતંકવાદીને ઠાર કર્યો છે. હુમલાખોર પેલેસ્ટાઈનના સમરિયાનો રહેવાસી હતો, જે જાફામાં એક મસ્જિદ પાસે છુપાયેલો હતો. તમને જણાવવું રહ્યું કે, જીઉછ્ અને જીરીીહ મ્ીં સુરક્ષાકર્મીઓએ જવાબી કાર્યવાહીમાં હુમલાખોરને ઠાર માર્યો હતો. વડા પ્રધાન નફતાલી બેનેટે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, તે ખૂબ જ મુશ્કેલ રાત રહી છે. હું માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તોની સંપૂર્ણ સ્વસ્થતા માટે પ્રાર્થના કરું છું. તેમણે વધુમાં કહ્યું કે, સુરક્ષા દળો અન્ય આતંકવાદીની શોધમાં જાેતરાયા છે જેણે આજે રાત્રે તેલ અવીવમાં ઘાતક હુમલો કર્યો હતો. આતંકવાદી જ્યાં પણ હશે, અમે તેને પકડીશું અને જેણે પણ તેને આડકતરી રીતે કે પ્રત્યક્ષ રીતે મદદ કરી છે તેને ભારે કિંમત ચૂકવવી પડશે. હુમલાખોર હજુ ફરાર છે. આવી સ્થિતિમાં, સરહદ પોલીસ દળો સહિત સેંકડો પોલીસકર્મીઓએ તેને પકડવા માટે સમગ્ર શહેરમાં વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસ પ્રવક્તા એલી લેવીએ તેલ અવીવના રહેવાસીઓને ઘરે રહેવા જણાવ્યું છે. ઇઝરાયલી પોલીસે હુમલાખોરની ઓળખ જાહેર કરતા કહ્યું કે તે પાતળો હતો અને તેણે કાળો શર્ટ અને શોર્ટ્સ પહેરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ હુમલાખોર પિસ્તોલથી સજ્જ હતા.