International

ઉત્તર કોરિયાએ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું

ઉત્તરકોરિયા
યુ.એસ.માં રાષ્ટ્રપતિ જાે બાઈડેનના વહીવટીતંત્રે કહ્યું કે, ઉત્તર કોરિયા દ્વારા તાજેતરના અઠવાડિયામાં છોડવામાં આવેલી બે મિસાઇલોમાં એક શક્તિશાળી, નવી લાંબા અંતરની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ હતું અને તેઓએ ચેતવણી આપી હતી કે, ટૂંક સમયમાં સંપૂર્ણ ક્ષમતા સાથે પરીક્ષણ કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે, એક મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે ૨૦૧૭માં પરિક્ષણ કરવામાં આવેલી ઉત્તર કોરિયાની ૈંઝ્રમ્સ્ મિસાઈલ કરતાં વધુ શક્તિશાળી છે. તે મિસાઈલ અમેરિકાને મારવામાં સક્ષમ હતી. એક વરિષ્ઠ વહીવટી અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે, યુએસ મિસાઇલ સંરક્ષણ અને લશ્કરી દેખરેખ દળોને “તૈયાર રહેવા” કહેવામાં આવ્યું છે કારણ કે તેઓ સંપૂર્ણ-ક્ષમતા પરીક્ષણની તૈયારી કરે છ. ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે, ૪ માર્ચ અને ૨૬ ફેબ્રુઆરીના પરીક્ષણો ભવિષ્યના જાસૂસી ઉપગ્રહો પર સ્થાપિત કેમેરાનું પરીક્ષણ હતું. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે શ્રેણીબદ્ધ ઠરાવોમાં ઉત્તર કોરિયાના ૈંઝ્રમ્સ્ના પરીક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે અને યુએસ શુક્રવારે પ્રતિબંધોના નવા તબક્કાની જાહેરાત કરશે જે દેશ માટે તેના હથિયાર કાર્યક્રમો માટે જરૂરી ટેક્નોલોજી પ્રાપ્ત કરવાનું મુશ્કેલ બનાવશે. બિડેન વહીવટીતંત્રે ઉત્તર કોરિયાને વાટાઘાટના ટેબલ પર પાછા લાવવા માટે ગયા વર્ષે કાર્યભાર સંભાળ્યા પછી ઘણી વખત સંપર્ક કર્યો છે.ર્ અધિકારીએ કહ્યું કે, ઉત્તર કોરિયાએ હજુ સુધી અમેરિકાની વિનંતીનો જવાબ આપ્યો નથી. ઉત્તર કોરિયાએ આ વર્ષની શરૂઆતથી જ ઝડપથી મિસાઈલ પરીક્ષણમાં વધારો કર્યો છે. દેશમાં ભૂખમરો છે અને કોરોના વાયરસને રોકવા માટે તમામ સરહદો પણ બંધ છે. અહીંની અર્થવ્યવસ્થા ડહોળાઈ ગઈ છે. કોવિડ-૧૯ રોગચાળાને લગતો ડેટા પણ ક્યારેય જાહેર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં ઉત્તર કોરિયાના લોકોની હાલત પણ દુનિયાને ખબર નથી.

ICBM-North-Korea-tests-new-missile.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *