દક્ષીણકોરિયા
ઉત્તર કોરિયાએ જાન્યુઆરીમાં અભૂતપૂર્વ સાત શસ્ત્રોના પરીક્ષણો કર્યા હતા, જેમાં ૨૦૧૭ પછીની સૌથી શક્તિશાળી મિસાઇલનો સમાવેશ થાય છે જ્યારે નેતા કિમ જાેંગ ઉને ઉશ્કેરણીજનક પ્રક્ષેપણની ગતિ સાથે તત્કાલિન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રલોભન આપ્યું હતું. ટ્રમ્પ અને કિમ વચ્ચે હાઈપ્રોફાઈલ વાટાઘાટો થઈ, પરંતુ ૨૦૧૯માં પડી ભાંગી અને ઉત્તર કોરિયાએ લશ્કરી વિકાસ બમણો કરી દીધો. તેને ગયા મહિને ચેતવણી આપી હતી કે તે લાંબા અંતરની મિસાઈલ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણો જાતે જ મોકૂફ કર્યા છે જે ફરી શરુ કરી શકે છે. રાષ્ટ્રપતિ મૂન જે-ઈને કહ્યું કે ઉત્તર કોરિયા દ્વારા લાંબા અંતરની મિસાઈલ પરીક્ષણો ફરીથી શરૂ કરવા માટેના કોઈપણ પગલાથી વર્ષોના પ્રયત્નો અને શાંતિ વાટાઘાટોનો નાશ થશે. તેમણે કહ્યું કે ‘જાે ઉત્તર કોરિયાની કીમ જાેંગ ઉન દ્વારા જાતે લગાવવામાં આવેલા પ્રતિબંધોને તોડવાની હદ સુધી મિસાઇલ પરીક્ષણ કરે છે તો આનાથી તાત્કાલિક તો કોરિયન દ્વીપકલ્પ સંકટની સ્થિતિમાં પાછા આવી શકે છે, જે સ્થિતિનો પાંચ વર્ષ પહેલા સામનો કર્યો હતો.’ ઉત્તર કોરિયા અને અન્ય મુદ્દા પર રાષ્ટ્રપતિની કોમેન્ટ ગુરુવારે મીડિયા માટે જારી કરવામાં આવી હતી. દક્ષિણ કોરિયામાં માર્ચમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી છે અને મૂન જે-ઈન આ પદ પર પાંચ વર્ષ રહ્યા બાદ મેમાં પદ છોડશે. દક્ષિણ કોરિયા રાષ્ટ્રપતિઓને સત્તામાં માત્ર એક મુદતની સેવા કરવાની પરવાનગી આપે છે. દેશ તેમના અનુગામીને ૯ માર્ચે ચૂંટી કાઢશે. દક્ષિણ કોરિયાના પ્રમુખે જણાવ્યું હતું કે પરમાણુ વાટાઘાટોમાં પ્રગતિનો અભાવ હોવા છતાં, મૂન અને કિમ વચ્ચે જરૂરી સંચાર ચાલુ રહ્યો છે. મૂને કહ્યું કે ‘સંબંધિત દેશોના નેતાઓએ આ પ્રકારના સંકટને રોકવા માટે સતત વાટાઘાટો ચાલુ રાખવી જાેઈએ.’ મૂને મતભેદોને ઉકેલવા માટે ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જાેંગ ઉન અને યુએસ પ્રમુખ જાે બાઇડન સાથે વાતચીત કરવાનું આહ્વાન કર્યું હતું. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈને ગુરુવારે ઉત્તર કોરિયાના હથિયાર પરીક્ષણ અંગે ચિંતા વ્યક્ત કરી અને ચેતવણી આપતા કહ્યું હતું કે જાે ઉત્તર કોરિયા આનાથી લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ ફરી શરૂ કરી શકે છે જેનાથી દ્વીપકલ્પમાં યુદ્ધનો માહોલ ફરીથી ઉભો થઈ શકે છે. વોશિંગ્ટન અને પ્યોંગયાંગ વચ્ચે ફરીથી તણાવની સ્થિતિ ઉભી થઈ છે જેને દક્ષિણ કોરિયા માટે એક ઝટકો માનવામાં આવી રહ્યો છે.