International

ઉત્તર કોરિયા ફરી એકવાર મિસાઈલનું પરીક્ષણ કર્યું

ઉતરકોરિયા
ઉત્તર કોરિયાએ વર્ષની શરૂઆત કથિત હાઈપરસોનિક મિસાઈલના પરીક્ષણથી કરી હતી. કિમના જણાવ્યા અનુસાર આ પરીક્ષણ દેશની પરમાણુ યુદ્ધ સામે રક્ષણ કરવાની ક્ષમતાને મજબૂત કરશે. ઉત્તર કોરિયાએ આ મહિને બે અલગ-અલગ પ્રકારની શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે અગાઉ ૧૧ જાન્યુઆરીએ દેશના બીજા હાઇપરસોનિક મિસાઇલ પરીક્ષણ પછી બાઈડન વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા નવા પ્રતિબંધોને પગલે કડક પ્રતિક્રિયાની ચેતવણી આપી હતી.ઉત્તર કોરિયા આ વર્ષની શરૂઆતથી સતત મિસાઈલનું પરીક્ષણ કરી રહ્યું છે. હવે તેણે રવિવારે ફરી એકવાર જાપાનના સમુદ્રમાં અજાણ્યા પ્રોજેક્ટાઈલનું પરીક્ષણ કર્યું છે. દક્ષિણ કોરિયાના જાેઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફને કહેવામાં આવ્યું હતું કે પ્રોજેક્ટાઈલને પૂર્વ સમુદ્ર તરફ છોડવામાં આવ્યું હતું. જાે આ લોન્ચની ઓફિશિયલ પુષ્ટિ થાય છે તો તે આ વર્ષે પ્યોંગયાંગ દ્વારા કરવામાં આવેલ સાતમું મિસાઈલ પરીક્ષણ હશે. આ દરમિયાન જાપાની કોસ્ટ ગાર્ડને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઉત્તર કોરિયા મિસાઈલ પરીક્ષણો દ્વારા બાયડેન પ્રશાસન પર સતત દબાણ બનાવી રહ્યું છે. આ પરીક્ષણો અમેરિકી પ્રતિબંધો હટાવવા અને પરમાણુ નિઃશસ્ત્રીકરણ પર અટકેલી વાટાઘાટો ફરી શરૂ કરવાના હેતુથી કરવામાં આવી રહ્યા છે. અમેરિકા દ્વારા ઉત્તર કોરિયા પર પ્રતિબંધો લાદવાથી પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે, કારણ કે મહામારીએ દેશની અર્થવ્યવસ્થાને હચમચાવી દીધી છે, જે તેના પરમાણુ શસ્ત્રો કાર્યક્રમો અને તેની પોતાની સરકાર અને યુએસની આગેવાની હેઠળના પ્રતિબંધોના દાયકાઓના ગેરવહીવટના કારણે પહેલેથી જ દબાણ હેઠળ ખરાબ હતી. અગાઉ, ઉત્તર કોરિયાએ કહ્યું હતું કે આ અઠવાડિયે તેના બે રાઉન્ડના શસ્ત્રોના પરીક્ષણ સફળ રહ્યા છે. તેણે તેની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને વધુ શક્તિશાળી શસ્ત્રોના વિકાસને વેગ આપવાનું ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો છે. ઉત્તર કોરિયાએ દરિયાકાંઠાના વિસ્તારમાંથી છોડેલી બે બેલેસ્ટિક મિસાઈલોને પરંપરાગત સપાટીથી પ્રહાર કરતી મિસાઈલ ગણાવી છે અને કહ્યું છે કે તેમના પરીક્ષણો સફળ રહ્યા છે.

North-Korea-Missile-Test-Over-Japan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *