International

ઓવરીના કેન્સર સેલ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિથી છુપવામાં સક્ષમ

યુક્રેન
જ્યારે શરીરના કોઈપણ ભાગમાં કેન્સરના કોષો બનવા લાગે છે, એટલે કે તે જીવલેણ બની જાય છે, ત્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ શરૂઆતમાં તેમની સામે લડે છે અને તે કોષોને ખતમ કરવાનો પ્રયાસ કરે છે. તે એવું જ છે કે જાે ઘરમાં કોઈ ચોર ઘૂસી જાય તો પરિવારના સભ્યો હાર માની લેતા પહેલા તેમની તરફથી શક્ય તેટલી બધી કોશિશ કરે છે. ઓવરીના કેન્સરના કોષો ચોરની જેમ શરીરમાં પ્રવેશી જાય છે, પરંતુ શરીરની રોગપ્રતિકારક શક્તિ તેના આગમનની ખબર સુદ્ધાં નથી હોતી. જ્યારે શરીરમાં ફેલાય ત્યારે જ ખબર પડે છે, એટલે કે ઓવરીનું કેન્સર ઓવરી અને પેલ્વિસના માર્ગે આંતરડામાં ફેલાઈ છે. અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને, હેલસિંકી યુનિવર્સિટીના સંશોધકોએ ઓવરીના કેન્સર સાથે સંકળાયેલા ૧૧૦,૦૦૦ કોષોને ઓળખવામાં સફળતા મેળવી છે. આ અભ્યાસમાં કેન્સરના કોષો અને રોગપ્રતિકારક કોષો એકબીજા સાથે કેવી રીતે સંવાદ કરે છે તે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમનું પરસ્પર વર્તન શરીરની અંદર કેવી રીતે કાર્ય કરે છે. અભ્યાસ ગર્ભાશયના કેન્સર જેવા ઓવરીના કેન્સરની પ્રારંભિક તપાસના ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે. જેમ સર્વાઇકલ કેન્સર થાય તે પહેલા જ ઓળખી શકાય છે, તેવી જ રીતે જાે ડોકટરો રોગપ્રતિકારક શક્તિ અને કેન્સર કોશિકાઓના પરસ્પર જાેડાણને પકડવામાં સંપૂર્ણ રીતે સફળ થાય, તો કદાચ આપણે તે કેન્સરગ્રસ્ત કોષોને સમયસર ઓળખી શકીએ અને આ રીતે મહિલાઓને જાેખમમાંથી બચાવી શકીએ. આ રીતે કહીએ તો ડોકટરો અત્યાધુનિક સર્વેલન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પરિવારના સભ્યોને જાણ કર્યા વિના છુપી રીતે ઘરમાં ઘૂસી રહેલા ચોરને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે.હેલસિંકી યુનિવર્સિટીના સંશોધકોએ આ અભ્યાસમાં ઓળખી કાઢ્યું છે કે કેવી રીતે ઓવરીના કેન્સર કોષોનો ફેલાવો આપણી રોગપ્રતિકારક શક્તિ સાથે સીધો સંબંધ ધરાવે છે.આ અભ્યાસ સાયન્સ જર્નલ નેચર કોમ્યુનિકેશન્સમાં પ્રકાશિત થયો છે.તેમના અભ્યાસમાં, સંશોધકોએ શોધી કાઢ્યું કે ઓવરીનું કેન્સર એકમાત્ર એવું કેન્સર છે જેના કેન્સરગ્રસ્ત કોષો શરીરમાં પોતાની હાજરીને રોગ પ્રતિકારક શક્તિથી છુપાવવમાં સક્ષમ છે.

Ovarian-Cancer-Cells.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *