અમેરિકા
કમલા હેરિસ દ્ગછ્ર્ંના પૂર્વીય સહયોગીઓ માટે યુએસ સમર્થન દર્શાવવા વોર્સોમાં આવી હતી.આ દરમિયાન તેને પુછવામાં આવ્યુ કે “શું યુનાઇટેડ સ્ટેટ્સ યુક્રેનિયન શરણાર્થીઓ માટે ચોક્કસ ફાળવણી કરવા તૈયાર છે ?” જેને જવાબમાં તેણે પ્રમુખ ડુડાને કહ્યુ કે,શું તમે યુનાઇટેડ સ્ટેટ્સને વધુ શરણાર્થીઓને સ્વીકારવાનું કહ્યું છે,” પ્રશ્નનો જવાબ આપતા પહેલા બંને નેતાઓ હસતા જાેવા મળ્યા હતા. બાદમાં ડુડાએ પણ આ પ્રશ્નનો જવાબ આપ્યો અને સાથે પુષ્ટિ કરી કે પોલેન્ડ ેંજીને યુક્રેનિયન શરણાર્થીઓ માટે કોન્સ્યુલર પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરવા કહ્યું છે. આ દરમિયાન હેરિસે માહિતી આપી હતી કે બંને નેતાઓએ શરણાર્થીઓના મોટા પ્રવાહ અંગે પણ ચર્ચા કરી છે પરંતુ અમેરિકા ચોક્કસ સંખ્યામાં શરણાર્થીઓને લેશે કે કેમ તેનો જવાબ આપ્યો નથી.આ વીડિયો વાયરલ થતા હાલ લોકો કમલા હેરિસની ટીકા કરી રહ્યા છે. ેંજી વાઇસ-પ્રેસિડેન્ટ કમલા હેરિસનો વીડિયો વાયરલ થતા નેટીઝન્સ દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું અમેરિકા યુક્રેનિયન શરણાર્થીઓ માટે ચોક્કસ ફાળવણી કરવા તૈયાર છે. જેનો જવાબ આપતા પહેલા તે હસતા જાેવા મળ્યા હતા. જ્યારે હેરિસ વોર્સોમાં પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડુડા સાથે પ્રેસ કોન્ફરન્સ કરી રહી હતી, તે દરમિયાન તેને આ પ્રશ્ન પુછવામાં આવ્યો હતો.આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. નેટીઝન્સે તેની પ્રતિક્રિયાને “અયોગ્ય” અને “અસંવેદનશીલ” ગણાવી છે.