International

કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં પાકિસ્તાની ટ્રાન્સજેન્ડર એક્ટરે ડેબ્યુ કર્યું

લોસએન્જલસ
પાકિસ્તાની ફિલ્મ ‘જાેયલેન્ડ’ની ટીમ – ૭૫મા ફિલ્મ ફેસ્ટિવલમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે – રેડ કાર્પેટ પર શટરબગ્સ માટે પોઝ આપી રહી છે. પરંતુ તેમની વચ્ચે અલીના ખાન નામની ટ્રાન્સજેન્ડર અભિનેત્રીએ પણ રેડ કાર્પેટ ડેબ્યુ કર્યું હતું. તેના ડેબ્યૂને લઇને સમગ્ર વિશ્વમાં ચર્ચાઓ થઇ રહી છે. ખાને સેમ સાદિકની ફીચર ફિલ્મમાં અભિનય કર્યો હતો. તે કાન્સ ડેબ્યુ માટે અનેક લુકમાં જાેવા મળી હતી, જેમાં પ્રથમ ફ્લોરલ યલો સમર લેહેંગા સેટ હતો, જે તેણે લાંબી સ્લીવ્ઝ સાથે સોફ્ટ પિંક શીયર ટોપ સાથે પહેર્યો હતો. તેણે લાંબા, ચંકી ઇયરિંગ્સ પહેરીને અને પોનીટેલમાં તેના વાળ બાંધીને તેનો દેખાવ પૂર્ણ કર્યો. આ સિવાય તે પોતાના રેડ કાર્પેટ ડેબ્યૂ માટે એમ્બ્રોઇડરીવાળી બોર્ડર સાથે મરૂન સાડીમાં જાેવા મળી હતી, જે તેણે મેચિંગ એમ્બેલિશ્ડ સ્લીવલેસ બ્લાઉઝ, ચંકી ચોકર અને મેચિંગ ઇયરિંગ્સ સાથે પેર અપ કરી હતી. ફિલ્મ ‘જાેયલેન્ડ’ – જે પાકિસ્તાનની લિંગ, જાતિયતા અને ટ્રાન્સજેન્ડર સંસ્કૃતિ પર પ્રકાશ પાડે છે – કાન્સ ખાતે અન સર્ટેન રિગાર્ડ કેટેગરીમાં પ્રીમિયર કરવામાં આવી હતી. ખાન સિવાય ફિલ્મમાં અલી જુનેજાે, રસ્તો ફારૂક, સરવત ગિલાની, સોહેલ સમીર, સલમાન પીરઝાદા અને સાનિયા સઈદ છે.કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૨ વિવિધ કારણોસર હેડલાઇન્સ બની રહ્યો છે, મોટાભાગે રેડ કાર્પેટ ફેશન માટે. આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટીવલના ઇતિહાસમાં પહેલીવાર ભારત ‘ર્ઝ્રેર્હંિઅ ક ૐર્ર્હેિ’ છે, તેવામાં પાકિસ્તાની ફિલ્મે પણ પોતાની ખાસ જગ્યા બનાવી છે.

Pakistani-transgender-actor-Alina-Khan-debuted-at-the-Cannes-Film-Festival.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *