International

કેએફસી એ કાશ્મીર સંબંધિત પોસ્ટને લઈને માફી માંગી અમે ભારતનું સન્માન કરીએ છીએ ઃ કેએફસી

અમેરિકા
ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ ચેન દ્ભહ્લઝ્ર એ સોશિયલ મીડિયા પર કાશ્મીર સંબંધિત પોસ્ટ્‌સ પર જાહેર આક્રોશને પગલે માફી માંગી છે. સોશિયલ મીડિયા પર કંપનીની પાકિસ્તાન સ્થિત ફ્રેન્ચાઈઝીની પોસ્ટ્‌સે કાશ્મીરના અલગતાવાદીઓને સમર્થન આપ્યું છે. ટિ્‌વટર પર કેએફસી ઈન્ડિયાના સત્તાવાર એકાઉન્ટમાંથી બહાર પાડવામાં આવેલ એક સંદેશમાં લખ્યું છે કે, “દેશની બહારથી કેએફસીના કેટલાક સોશિયલ મીડિયા પર પ્રકાશિત કરવામાં આવેલી પોસ્ટ માટે અમે દિલથી દિલગીર છીએ.અમે ભારતનું સન્માન કરીએ છીએ અને તમામ ભારતીયોની ગર્વ સાથે સેવા કરવાના અમારા સંકલ્પ માટે પ્રતિબદ્ધ છીએ. ક્યુએસઆર ચેઈન પિઝા હટએ પણ એક નિવેદન જારી કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે તે સોશિયલ મીડિયા પર ફરતી પોસ્ટની સામગ્રીને ન તો સંમત કરે છે અને ન તો સમર્થન આપે છે. કેએફસીના એકાઉન્ટમાંથી સોશિયલ મીડિયા પર એક મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં કાશ્મીરના અલગતાવાદીઓને સમર્થન આપવામાં આવ્યું હતું. પોસ્ટમાં લખ્યું હતું કે ‘કાશ્મીર કાશ્મીરીઓનું છે. કેએફસી એ યુએસ સ્થિત કંપની યમ ની પેટાકંપની છે. યમ પિઝા હટ અને ટેકો બેલ જેવી ઊજીઇ બ્રાન્ડની પણ માલિકી ધરાવે છે. દ્ભહ્લઝ્ર એ જૂન ૧૯૯૫માં બેંગ્લોરમાં રેસ્ટોરન્ટ ખોલીને સત્તાવાર રીતે ભારતીય બજારમાં પ્રવેશ કર્યો. તે હવે તેના ફ્રેન્ચાઇઝી ભાગીદારો દ્વારા ભારતમાં ૪૫૦ થી વધુ રેસ્ટોરન્ટ ચલાવે છે. દ્ભહ્લઝ્રની પોસ્ટ, જે આટલો હંગામો મચાવી રહી છે, તે ખરેખર પાકિસ્તાનમાં કાશ્મીર એકતા દિવસ પર મૂકવામાં આવી હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આ કાશ્મીર એકતા દિવસ પર, અમે તેમના આઝાદીના અધિકાર માટે સાથે છીએ. અગાઉ રવિવારે હ્યુન્ડાઇ મોટર્સને પણ આવી જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે પાકિસ્તાની ડીલરે સોશિયલ મીડિયા પર કાશ્મીરી અલગતાવાદીઓને સમર્થન કરતી સામગ્રી પોસ્ટ કરી હતી. ‘કાશ્મીર એકતા દિવસ’ના સમર્થનમાં હ્યુન્ડાઈ ડીલરના ટિ્‌વટર એકાઉન્ટ પરથી પોસ્ટ કરાયેલા સંદેશમાં તેમના સંઘર્ષને ‘સ્વતંત્રતા સંગ્રામ’ કહેવામાં આવ્યું છે. આ પોસ્ટ પછી, હેશટેગ ‘બોયકોટ હ્યુન્ડાઈ’ ટિ્‌વટર પર ટ્રેન્ડ થવા લાગ્યો અને ઘણા લોકોએ હ્યુન્ડાઈ પ્રોડક્ટ્‌સ ન ખરીદવાની અપીલ કરવાનું શરૂ કર્યું.આ પછી, હ્યુન્ડાઇ મોટર્સ ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પર એક સંદેશ જારી કરીને સ્પષ્ટ કર્યું કે તે ભારતીય બજાર માટે પ્રતિબદ્ધ છે.

KFC.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *