બીજીંગ
ચીનના અર્થતંત્રમાં ધીમી ગતિ આવી રહી છે અને તેનો સીધો જ લાભ ભારતીય અર્થતંત્રને મળી રહ્યો છે અને આડકતરી રીતે પણ ભારતીય ઉદ્યોગ જગતને મોટો અવકાશ મળી રહ્યો છે ત્યારે કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતા રમણ આગામી કેન્દ્રીય બજેટમાં ઉત્પાદનના ક્ષેત્રને મોટી રાહતો આપી શકે છે. દેશમાં નાના થી માંડીને મોટા ઉત્પાદન ક્ષેત્ર તેમજ નિકાસ આધારિત ક્ષેત્રોને ઉત્તેજન આપવા માટેના કેટલાક મહત્વના રાહત રૂપ પગલાં લેશે અને ખાસ કરીને ચીન સાથેના ઉત્પાદન ગેપને દૂર કરવા માટેની મોટી યોજના રજૂ કરશે તેઓ સંકેત આપી દેવામાં આવ્યો છે અને દેશના ઉત્પાદન ક્ષેત્રમાં નવેસરથી એક મોટી આશા જાગી છે. નાણામંત્રાલય દ્વારા બજેટ પહેલાની ચર્ચાઓ અને બેઠકોનો દોર અત્યારે ચાલી રહ્યો છે અને વિવિધ મંત્રાલયો અને વિભાગો સાથે મહત્વની ચર્ચા થઈ રહી છે અને તે દરમિયાન ઉત્પાદન ક્ષેત્રને ઉત્તેજન આપવા માટેની યોજનાઓ તૈયાર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. લોકલ ઉત્પાદકો તેમજ નિકાસ ક્ષેત્રને અલગ અલગ પ્રકારની રાહતો અને સ્કીમો આપવાનો કેન્દ્ર સરકારનો વિચાર છે અને બજેટમાં ઉત્પાદન તેમજ નીકાસ ક્ષેત્રને મોટી ફાળવણી પણ કરવામાં આવશે તેવો સંકેત પણ આપવામાં આવી રહ્યો છે. ચીન નું અર્થતંત્ર ધીમું પડી ગયું છે અને કોરોના વાયરસ મહામારી ત્યાં નવેસરથી ફેલાય છે ત્યારે તેમાં ઝડપ આવવાની સંભાવના ખૂબ જ ઓછી દેખાઈ રહી છે અને એ જ રીતે મોટાભાગની કંપનીઓ પણ ચીન છોડીને ભારતમાં આવી રહી છે અને કેનેડા જઈ રહી છે અને ભારત આ તકને ઝડપી લેવા માટે તૈયાર છે અને એટલા માટે જ આગામી કેન્દ્રીય બજેટમાં મોટી રાહતો અને નવી સ્કીમો તેમજ પ્રોત્સાહક યોજનાઓ આપવામાં આવશે.