International

ગુગલે ભૂલથી હેકરને મોકલી આપ્યા બે કરોડ રૂપિયા, અને પછી જુઓ થયું આવું…..

વોશિંગ્ટન
ગૂગલે તાજેતરમાં ભૂલથી ૨.૫ મિલિયન ડોલર એટલે કે લગભગ બે કરોડ રૂપિયા હેકરને ટ્રાન્સફર કરી દીધા. આ હેકરનું પૂરું નામ સેમ કરી છે. સેમને થોડા દિવસો પહેલા સુધી કોઈ જાણ ન હતી કે ગૂગલે તેને આ રકમ કેમ આપી. સેમે ટિ્‌વટ કરીને સમજાવ્યું કે લગભગ ત્રણ અઠવાડિયા પહેલા ગૂગલે તેને અચાનક બે લાખ ૪૯ હજાર ૯૯૯ ડોલર કેમ મોકલ્યા છે. જાે કે, મંગળવારે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટિ્‌વટર પર આ વિશે ટિ્‌વટ કરીને, તેણે કહ્યું કે હજી સુધી તેમને કંઈ કહેવામાં આવ્યું નથી. સેમે લખ્યું, શું ગૂગલનો સંપર્ક કરવાનો કોઈ રસ્તો છે? તેણે પ્લેટફોર્મ પર રકમ ટ્રાન્સફરનો સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યો છે. આપને જણાવી દઈએ કે સેમ ઓમાહા, નેબ્રાસ્કામાં યુગ લેબ્સમાં સેફ્ટી એન્જિનિયર છે. સેમે કહ્યું કે તે બગ બાઉન્ટી શિકાર કરે છે. ઘણી કંપનીઓ આવા લોકોને ભેટ તરીકે પૈસા આપે છે. આવી સ્થિતિમાં તેમના સોફ્ટવેરમાં સિક્યોરિટી ગેપ છે. સેમે જણાવ્યું કે તે અગાઉ ગૂગલ માટે બગ બાઉન્ટી હન્ટિંગમાં કામ કરી ચૂક્યો છે. પરંતુ તે કામ અને તેઓ અત્યારે જે કરી રહ્યા છે તેમાં કોઈ સંબંધ નથી. જાે કે, આ રહસ્ય ત્યારે સાફ થઈ ગયું જ્યારે ગૂગલે દ્ગઁઇને સ્પષ્ટતા કરી કે આ ચુકવણી ભૂલથી થઈ હતી અને ગૂગલે આ ભૂલને માનવીય ભૂલ ગણાવી છે. ગૂગલે આપેલી માહિતી મુજબ, ગૂગલ ટીમની માનવીય ભૂલને કારણે, ખોટી પાર્ટીને ચૂકવણી કરવામાં આવી હતી. જાે કે, તે વ્યક્તિએ પોતે તેની જાણ કરી તે સારી વાત છે. આ ભૂલ સુધારવાની કામગીરી કરવામાં આવી રહી છે. હવે, ગૂગલ આ પૈસા પાછા લેવા માંગે છે, સેમે તે ૨.૫ મિલિયન ડોલરની રકમમાંથી એક પૈસો પણ ખર્ચ્યો નથી.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *