બેઇજિંગ
ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયામાં હડકંપ મચાવી દીધો હતો. આ દિવસોમાં ચીનમાં ફરી કોરોના સંક્રમણના કેસ વધી રહ્યાં છે. આ વચ્ચે ચીનના એક શહેરનો વીડિયો સામે આવ્યો છે, જેમાં જાેવા મળી રહ્યું છે કે કોરોનાના એક દર્દીને ક્રેનની મદદથી તેના ઘરની છત પરથી બહાર ખેંચવામાં આવ્યો. આ ત્યારે થયું જ્યારે વ્યક્તિ છુપાઈને પોતાના ઘરમાં બેઠો હતો. હકીકતમાં આ વાયરલ વીડિયો ચીનના એક શહેરનો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનમાં કોરોનાએ ફરી ગતિ પડકી લીધી છે અને તેના કારણે ઘણા શહેરોમાં ફરી લૉકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. લોકોને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. આ વીડિયોમાં તે જાેવા મળી રહ્યું છે કે ક્રેનની મદદથી એક દર્દીને ઘરના ઉપરના માળેથી બહાર કાઢવામાં આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે ક્રેનમાં બેઠેલો આ વ્યક્તિ કોરોના પોઝિટિવ છે અને ચીની અધિકારી ઈચ્છતા નહોતા કે કોઈપણ વ્યક્તિ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવે. અધિકારીઓને જાણવા મળ્યું કે આ વ્યક્તિ ઘરની બહાર આવી રહ્યો નથી. ત્યારબાદ તેના ઘરે એક ટીમ પહોંચી અને તેને બળજબરીપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો. પરંતુ આ વીડિયો ચીનના ક્યા શહેરનો છે તેની જાણકારી સામે આવી નથી પરંતુ ચીનના એક ચર્ચિત લેખતે આ વીડિયોને શેર કર્યો છે. નોંધનીય છે કે કોરોનાને લઈને ચીની સરકાર દ્વારા ઝીરો કોવિડ પોલિસી અપનાવવામાં આવી છે. હાલ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
