અમેરિકા
મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશન-નેપાળ કોમ્પેક્ટ નામના આ કરાર પર વર્ષ ૨૦૧૭માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ વાતને પાંચ વર્ષ થઈ ગયા છે પરંતુ ચીનના દબાણમાં નેપાળે હજુ સુધી આ કરારને અંતિમ મંજૂરી આપી નથી. આ સમજૂતીને લાગુ કરવા માટે નેપાળની સંસદમાંથી મંજૂરી લેવી જરૂરી છે, જે હજુ સુધી મળી નથી. સ્ઝ્રઝ્ર પ્રોજેક્ટ હેઠળ અમેરિકા નેપાળને આર્થિક મદદ કરશે. અમેરિકા નેપાળને ૫૦૦ મિલિયન ડોલર આપશે. જેની મદદથી પાવર ટ્રાન્સમિશન લાઈન હશે અને ૩૦૦ કિમીના રસ્તાઓને અપગ્રેડ કરવામાં આવશે. તેનો હેતુ નેપાળમાં વિકાસ કરવાની સાથે ત્યાં ચીનનો પ્રભાવ ઓછો કરવાનો છે. અમેરિકાએ કહ્યું કે, નેપાળના તમામ રાજકીય પક્ષો દ્વારા વારંવાર આશ્વાસન આપવા છતાં સંસદમાં સમજૂતીને મંજૂરી મળી રહી નથી. નેપાળમાં સમજૂતીના ટીકાકારોનું કહેવું છે કે, તે અમેરિકાની ઈન્ડો-પેસિફિક સૈન્ય વ્યૂહરચનાનો એક ભાગ છે. વોશિંગ્ટનમાં પણ ઘણા લોકો માને છે કે અમેરિકા ચીનના વધતા પ્રભાવને રોકવા માટે આવું કરી રહ્યું છે. જાે કે, યુએસ સરકારે વારંવાર સ્પષ્ટતા કરી છે કે આ પ્રોજેક્ટને લશ્કરી બાબતો સાથે કોઈ લેવાદેવા નથી. તેને વિકાસ સાથે જાેડીને તેમણે કહ્યું છે કે, નેપાળ સરકારની વિનંતી પર આ કરાર કરવામાં આવ્યો છે. જેને નેપાળના તમામ પક્ષોએ શરૂઆતથી જ સમર્થન આપ્યું છે. ગયા અઠવાડિયે, કાઠમંડુ પોસ્ટે અહેવાલ આપ્યો હતો કે, દક્ષિણ અને મધ્ય એશિયા માટેના યુએસ સહાયક રાજ્ય સચિવ ડોનાલ્ડ લુએ નેપાળના ટોચના નેતાઓ વડા પ્રધાન શેર બહાદુર દેઉબા, તેમના ગઠબંધન ભાગીદાર માઓવાદી પ્રમુખ પુષ્પ કમલ દહલ પ્રચંડ અને વિપક્ષના નેતા કેપી શર્મા ઓલીને ચેતવણી આપી હતી. પરંતુ પહેલીવાર અમેરિકાએ સ્પષ્ટપણે કહ્યું છે કે, તે પ્રોજેક્ટમાં વિલંબથી નારાજ છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું કે, તે નેપાળનો ર્નિણય હશે કે તે આ મંજૂરી આપે છે કે નહીં. પરંતુ સંસદે બાહ્ય પ્રભાવ અને ભ્રષ્ટાચારને કારણે તેને સમર્થન આપવામાં વિલંબ ન કરવો જાેઈએ. આ અમેરિકા અને નેપાળના લોકો માટે નુકસાન હશે.અમેરિકાનું માનવું છે કે ચીનના કારણે નેપાળમાં તેનો ૫૦ કરોડ ડોલરનો પ્રોજેક્ટ અટક્યો છે. અમેરિકાએ ચીન પર દુષ્પ્રચાર અભિયાનને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, જાે નેપાળ ૨૮ ફેબ્રુઆરી સુધી તમામ પ્રતિબદ્ધતાઓને પૂર્ણ નહીં કરે તો તેની અસર અમેરિકા અને નેપાળના દ્વિપક્ષીય સંબંધો પર પડશે. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ વાત કહી છે. તેમણે કહ્યું કે, જાે “બાહ્ય પ્રભાવ અને ભ્રષ્ટાચાર” ને કારણે પ્રોજેક્ટની મંજૂરીમાં વિલંબ થાય તો તે “અત્યંત નિરાશાજનક” હશે.