ચીન
પોલીસે અડધી રાત્રે હસીયતના ઘરમાં ઘુસીને તેના ચહેરા પર કાળો નકાબ પહેરાવી દીધો હતો. અધિકારીઓએ ન તો હસીયતને અન્ય કપડાં પહેરવા દીધા અને ન તો દવાઓ ખાવા દીધી. હસીયતને ૧૪ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે બાળકોને કુરાન શીખવવા અને કુરાનની બે નકલો છુપાવવા બદલ તેને આ સજા આપવામાં આવી છે. હસીયતની ધરપકડના નવ વર્ષ પહેલાં, તેના પતિને ‘અલગાવવાદ’ના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને ૨૦૦૯માં તેને જેલની સજા ફટકારવામાં આવી હતી. સ્વાસ્થ્યના કારણોસર તેની ધરપકડના બે વર્ષ પહેલા હસીયતે બાળકોને ભણાવવાનું બંધ કરી દીધું હતું. હસીયત ઘણીવાર સાર્વજનિક કાર્યક્રમોમાં ભાગ લેવાનું ટાળે છે. ચીની અધિકારીઓએ ‘ધાર્મિક ઉગ્રવાદ’ અને ‘આતંકવાદી પ્રવૃત્તિઓ’ ને કથિત રૂપે ડામવા માટે શિનજિયાંગમાં સંખ્યાબંધ ઉઇગર ઉદ્યોગપતિઓ, બુદ્ધિજીવીઓ અને સાંસ્કૃતિક અને ધાર્મિક વ્યક્તિઓને નિશાન બનાવી તેમની ધરપકડ કરી છે. એવું માનવામાં આવે છે કે ચીને ૨૦૧૭થી શિનજિયાંગમાં લાખો ઉઇગર મુસ્લિમોને ડિટેન્શન કેમ્પમાં રાખ્યા છે, જેના સેટેલાઇટ છબીઓ અને તપાસ અહેવાલો દ્વારા પુરાવા મળે છે. અમેરિકાએ ડિસેમ્બરમાં ઉઇગર મુસ્લિમોના માનવાધિકારના ઉલ્લંઘનને લઈને ચીન સામે નવા પ્રતિબંધોની જાહેરાત કરી હતી. અમેરિકન સરકારે જણાવ્યું હતું કે તે શિનજિયાંગ પ્રાંતમાં માનવ અધિકારોના ઉલ્લંઘન માટે ઘણી ચીની બાયોટેક અને સર્વેલન્સ કંપનીઓ પર નવા પ્રતિબંધો લાદી રહી છે. વાણિજ્ય વિભાગ ચીનની એકેડેમી ઓફ મિલિટરી મેડિકલ સાયન્સ અને તેની ૧૧ સંશોધન સંસ્થાઓને નિશાન બનાવી રહ્યું છે જે ચીની સૈન્યને મદદ કરવા માટે બાયોટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.ચીનમાં ઉઇગર મુસ્લિમો પર અત્યાચારની વધુ એક કહાની સામે આવી છે. લગભગ ચાર વર્ષ પહેલા ચીનના પશ્ચિમી શિનજિયાંગ વિસ્તારમાં મધ્યરાત્રિએ એક મહિલાનું તેના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું. મહિલા પર પડોશના કેટલાક બાળકોને ધાર્મિક શિક્ષણ આપવાનો અને કુરાનની કેટલીક નકલો છુપાવવાનો આરોપ હતો. હવે આ ઉઇગર મહિલાને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. હસીયત એહમતની ઉંમર ૫૭ વર્ષ છે. તે શિનજિયાંગના માનસ કાઉન્ટીની રહેવાસી છે. મે ૨૦૧૭માં અધિકારીઓએ તેનું અપહરણ કરી લીધું હતું,
