શાંધાઈ
આજકાલ શંઘાઈ સહિત અન્ય સ્થળોએ કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો પ્રકોપ ફેલાયા પછી નિયમો કડક કરી દેવાયાછે. ખાનગી વાહનોના પરિવહન પર પ્રતિબંધ છે. ખાવા-પીવાની ચીજ-વસ્તુઓનું સંકટ છે. બાળકોને અલગ રાખવા વિરુદ્ધ ભડકેલા ગુસ્સાને જાેતાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં અધિકારીઓએ કહ્યું કે, કેટલાક સંક્રમિત બાળકોને તેમના પરિવારથી અલગ કરાશે નહીં. જાેકે, જાહેરાત પછી અનેક લોકોને ર્નિણયના અમલીકરણ પર શંકા છે. બાળકોને અલગ રાખવાની નીતિનો સ્થાનિક લોકોની સાથે વિદેશીઓએ પણ વિરોધ કર્યો છે. શંઘાઈની એક હોસ્પિટલમાં રડતા બાળકોનો વીડિયો વાઈરલ થયા પછી માતા-પિતા હવે જાહેરમાં વિરોધ કરી રહ્યા છે. ત્રીસથી વધુ દેશોનાં રાજદૂતોએ સરકારને પત્ર લખીને નીતિનો વિરોધ કર્યો છે.યોગ શિક્ષક જેની તાઓ શંઘાઈમાં પોતાના પરિવાર સાથે એક બેડરૂમના એપાર્ટમેન્ટમાં રહે છે. તે અને તેનો પતિ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમને તેમનાં ત્રણ વર્ષના સંક્રમિત પુત્ર સાથે હોસ્પિટલ લઈ જવાયા. તેમની દસ વર્ષની પુત્રી પ્રભાવિત ન હતી, એટલે તેને ક્વોરેન્ટીનમાં મોકલી દેવાઈ. ત્યાર પછી તે પણ સંક્રમિત થઈ ગઈ. તેને હોસ્પિટલમાં માતા-પિતાથી અલગ વોર્ડમાં દાખલ કરાઈ છે. તાઓ જણાવે છે કે, મારી બાળકી હોસ્પિટલમાં પાંચ દિવસ સુધી એકલી રહી. તેની સારસંભાળ લેનારું કોઈ ન હતું. વોર્ડમાં તમામ બાળકોને તેમની હાલત પર છોડી દેવાયા હતા. માત્ર નર્સો સમયસર જમવાનું આપતી હતી. ઘણો વિરોધ કર્યા પછી ડોક્ટરે પુત્રીને પરિવાર પાસે મોકલી હતી. તાઓ એકલી નથી. શંઘાઈ સહિત ચીનના તમામ શહેરોમાં અનેક બાળકોને માતા-પિતાથી અલગ કરી દેવાયા છે. આ ર્નિણયનો જાેરદાર વિરોધ થઈ રહ્યો છે. ચીનની ઝીરો-કોવિડ નીતિ અંતર્ગત સોશિયલ મીડિયા પર જનતા ગુસ્સો ઠાલવી રહી છે. એક ઈઝરાયલી વ્યવસાયીએ ટાઈમ મેગેઝિનને જણાવ્યું કે, માર્ચ-૨૦૨૦માં પોઝિટિવ આવ્યા પછી તેના ૯ અને ૧૩ વર્ષના બાળકોને એક મહિના સુધી શંઘાઈની હોસ્પિટલમાં અલગ રખાયા હતા.
