International

ચીનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાઈન લાગી, ૨૦૦૦ સુધી પહોંચી ગયું છે વેઇટિંગ લિસ્ટ

બીજીંગ
ચીનમાં શુન્ય કોવિડ પોલિસીને હળવી કરતા જ લાખો લોકોન ફરીથી કોરોના સંક્રમિત થવાની અને લાખો લોકોના મોત નિપજવાની આશંકા છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, કોરોનાથી સંક્રમિત થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ થવા અને મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે રાહ જાેવી પડે છે. કોરોનાના દર્દીઓ અને મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. ચીનમાં આગામી ત્રણ મહિનામાં કોરોનાની નવી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે. ચીનમાં કોરોનાથી ૧૦ લાખથી વધુ લોકોના મોતની આશંકા છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઑક્ટોબર સુધી, ચીન તેની શૂન્ય કોવિડ નીતિના આધારે કોરોના સામે યુદ્ધના ધોરણે સામનો કરી રહ્યું હતું, પરંતુ લોકડાઉન વિરુદ્ધ શરૂ થયેલી હિલચાલને પગલે શૂન્ય કોવિડ પોલીસીને હળવી કરીને પ્રતિબંધોમાં રાહત આપવાની ફરજ પડી હતી. ત્યાર બાદથી પરિસ્થિતિ ઝડપથી બગડવા લાગી છે. ત્રણ વર્ષ પહેલા ડિસેમ્બરમાં જ વિશ્વમાં કોરોનાનો પ્રથમ કેસ ચીનમાં જાેવા મળ્યો હતો. ત્યારથી ચીન તેની સામે લડી રહ્યુ છે.મહામારી વિશેષજ્ઞ એરિક ફીગેલ ડિંગે એક વીડિયો શેર કરીને ચેતવણી ઉચ્ચારી છે કે ચીનમાં કોરોનાની સ્થિતિ ઝડપથી વણસી રહી છે. સમગ્ર દેશમાં કોરોનાનો ચેપ ઝડપથી પ્રસરી રહ્યો છે. ડીંગ અમેરિકન જાહેર આરોગ્ય ક્ષેત્રના વૈજ્ઞાનિક છે. તેઓ હાલમાં ન્યૂ ઈંગ્લેન્ડ કોમ્પ્લેક્સ સિસ્ટમ્સ ઈન્સ્ટિટ્યૂટમાં કોવિડ ટાસ્ક ફોર્સના વડા પણ છે. રિપોર્ટ્‌સ અનુસાર ચીન સતત કોરોનાના આંકડા છુપાવી રહ્યું છે. નવેમ્બરના મધ્ય સુધીમાં, સત્તાવાર રીતે કોરોનાથી ૧૧ લોકોના મૃત્યુ થયા હોવાની જાણ કરવામાં આવી છે, જ્યારે ચીનમાં દરરોજ ૧૦,૦૦૦ થી વધુ સંક્રમિત જાેવા મળી રહ્યા છે. બીજી તરફ, અંતિમ સંસ્કારના સ્થળો, સ્મશાન અને હોસ્પિટલોના વીડિયો અલગ જ સ્થિતિ દર્શાવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીનમાં હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઈ રહી છે. મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લાઈન લાગી રહી છે. કોવિડને કારણે મૃત્યુની સંખ્યા સતત વધી રહી હોવાથી હોસ્પિટલોના શબઘરોમાં સ્ટાફની વધારાની તહેનાતી કરવામાં આવી રહી છે. કોવિડ નિષ્ણાતોએ એવી ચેતવણી છે કે આગામી ૯૦ દિવસમાં, એટલે કે ત્રણ મહિનામાં ચીનની ૬૦ ટકાથી વધુ વસતિ અને પૃથ્વીની ૧૦ ટકા વસતિ કોરોનાથી સંક્રમિત થવાની આશંકા છે અને લાખો લોકો મૃત્યુ પામશે. કોવિડ -૧૯ પ્રતિબંધો હળવા કર્યા પછી ચીનમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યામાં ભારે વધારો જાેવા મળી રહ્યો છે. એપિડેમિયોલોજિસ્ટ અને હેલ્થ ઈકોનોમિસ્ટ એરિક ફેઈગલ-ડિંગે કહ્યું હતું કે ચીનમાં હોસ્પિટલો ખીચોખીચ ભરાઈ ગઈ છે અને આવનારા દિવસો વધારે ભયાનક હશે. અત્યારે પણ સ્મશાનોમાં લાશોના ઢગલા છે. વિશ્વએ ફરી કોવિડનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. વોલ સ્ટ્રીટ જર્નલનો અહેવાલ છે કે કોવિડના દર્દીઓ માટે બીજિંગના એક નક્કી કરેલા સ્મશાનમાં હાલના દિવસોમાં લાશોના ઢગલા જાેવા મળે છે, કારણ કે વાઇરસ ચીનની રાજધાનીમાં ફેલાયો છે. સ્મશાનની મહિલા કર્મચારીએ કહ્યું હતું કે કોવિડ પછી અમારા પર કામનું ભારણ વધી ગયું છે. ૨૪ કલાક અંતિમસંસ્કાર ચાલે છે. મહિલાના કહેવા મુજબ, સામાન્ય દિવસોમાં રોજ ૩૦થી ૪૦ મૃતદેહો આવે છે પણ હમણાં હમણાં રોજના ૨૦૦થી વધારે મૃતદેહો આવે છે. ફેઇગલ-ડિંગના જણાવ્યા મુજબ, ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)નું ધ્યેય છે “જેને પણ ચેપ લાગે છે તેને ચેપ લાગવા દો; જે મરે છે તેને મરવા દો.” અત્યારે ચીનમાં કોવિડ તબાહી મચાવે છે અને હજુ પણ મચાવશે, પણ ત્યાંની સરકારને કાંઈ પડી નથી. ટૂંકમાં, ચીનમાં કોરોના વિસ્ફોટ થયો છે અને આગામી ત્રણ મહિનામાં ચીન લગભગ તબાહ થઈ જશે અને પૃથ્વીની ૧૦ ટકા વસતિ પણ સંક્રમિત થશે. આગામી વર્ષે ૧૦ લાખ લોકોનાં મોત થવાની આશંકા છે.બીજિંગમાં સ્મશાનમાં ૨૪ કલાક અંતિમસંસ્કાર કરવામાં આવે છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે અંતિમસંસ્કાર માટે વેઇટિંગ લિસ્ટ ૨૦૦૦ સુધી પહોંચી ગયું છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *