International

ચીનમાં યોજાનારી એશિયન ગેમ્સ અનિશ્ચિતકાળ માટે સ્થગિત

ચીન
ચાઈના તાજેતરમાં કોરોનાની નવી લહેરના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. ચીનમાં હાલ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો કહેર ઝડપથી વધી રહ્યો છે. એશિયન ગેમ્સ સિવાય પણ ચીનમાં યોજાનાર અનેક ટૂર્નામેન્ટ પર કોરોના મહામારીની અસર જાેવા મળી રહી છે. ગુરુવારે જ વર્લ્‌ડ યૂનિવર્સિટી ગેમ્સને પણ એક વર્ષ માટે ટાળી નાંખવામાં આવી છે. એશિયાના ઓલંપિક કાઉન્સિલના ડાયરેક્ટર જનરલે જાહેરાત કરી છે કે ૧૯મી એશિયન ગેમ્સને અનિશ્ચિતકાળ માટે ટાળી નાંખવામાં આવી છે. આ ગેમ્સ આ વર્ષે હાંગઝોઉ શહેરમાં ૧૦થી ૨૫ સપ્ટેમ્બરની વચ્ચે રમાનાર હતી. હવે આ એશિયન ગેમ્સ ક્યારે રમાશે, તેણી નવી તારીખ જલ્દીથી જાહેર કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ બરાબરનો ભરડો લીધો હતો. પરંતુ હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. સમગ્ર દુનિયાને કોરોનાની ઝાળમાં ધકેલી દેનાર ચીનમાં ફરી કોરોના વકર્યો છે. જેણી સીધી અસર આ વર્ષે યોજાનાર એશિયલ ગેમ્સ પર જાેવા મળશે. ફરી કોરોનાએ વિશ્વના અમુક દેશોમાં તબાહી મચાવવાનું શરૂ કર્યું છે અને તેની સીધી અસર રમતગમત પર પડી રહી છે. આ વર્ષે ચીન (હેંગઝોઉ)માં યોજાનારી એશિયન ગેમ્સને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. ચીની મીડિયા દ્વારા આ માહિતી સામે આપવામાં આવી છે. આ સમાચાર સાંભળીને ખેલાડીઓમાં થોડી ચિંતા દેખાઈ રહી છે. એશિયન ગેમ્સ આ વર્ષે સપ્ટેમ્બરમાં ચીનના હાંગઝોઉ શહેરમાં યોજાવાની હતી. પરંતુ ચીનમાં હાલ કોરોના વકર્યો છે. લોકોને ઘરની અંદર બંધ રાખવાની ફરજ પડાઈ રહી છે. તેવામાં ચીની મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે હાલ કોઈ કારણ જણાવ્યા વગર એશિયન ગેમ્સને અનિશ્ચિતકાળ માટે ટાળી નાંખવામાં આવી છે. ચાઈના સેન્ટ્રલ ટેલીવિઝનના રિપોર્ટ પ્રમાણે આ ર્નિણય શુક્રવારે જ લેવામાં આવ્યો છે.

China-Asian-Games-to-be-held-Postponed-Indefinitely.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *