International

ચીનમાં લોકોને પક્ડી પકડીને કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે

બેઇજિંગ
ચીનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલાં વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે પીપીઈ કિટમાં રહેલાં સ્વાસ્થ્ય કર્મીઓ કોરોના ટેસ્ટ કરવા માટે લોકો સાથે બળજબરી કરી રહ્યાં છે. લોકોને પડકી પડકીને ટેસ્ટ માટે મજબૂર કરવામાં આવી રહ્યાં છે. કોરોનાના કેસ વધતા શહેરોમાં ક્વોરેન્ટાઈન સેન્ટરો બનાવવામાં આવ્યા છે. જ્યાં હજારો કોરોને કેદ કરવામાં આવ્યા છે. સરકારના નિયમોથી લોકો પરેશાન થઈ ગયા છે. હવે દુનિયા પણ કમ્યુનિસ્ટ સરકારની કાર્યશૈલી જાેઈ રહી છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી ચીનમાં કોરોના કેસ વધ્યા છે. ત્યાંની સરકાર ઝીરો કોવિડ પોલિસી પર કામ કરી રહી છે. આ હેઠળ સંક્રમણ રોકવા લૉકડાઉન, માસ ટેસ્ટિંગ, ક્વોરેન્ટીન સેન્ટર જેવા આકરા પગલા ભરવામાં આવી રહ્યાં છે. ચીનની સરકારની આ પોલિસી પર સવાલ પણ ઉઠી રહ્યાં છે. આ પ્રતિબંધોને કારણે લોકો ભૂખે મરવા મજબૂર બન્યા છે. ચીન પોતાના લોકો પર નજર રાખવા માટે રોબોટિક કુતરા, ડ્રોન અને હેલીકોપ્ટરની મદદ લઈ રહ્યું છે. જાે કોઈ જગ્યાએ વધુ લોકો ભેગા થઈ ગયા હોય તો મશીનો દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે. કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે હેલીકોપ્ટરની મદદથી પોલીસકર્મીઓને ઉતારવામાં આવે છે. આ દરમિયાન ઘણા લોકોને ઈજા પણ થઈ છે. પરંતુ ચીનની અત્યાચારી સરકાર જનતાનું સાંભળી રહી નથી. ચીનમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. સરકાર અને તંત્ર કોરોનાને રોકવા માટે અનેક ઉપાયો કરી રહ્યાં છે. ચીનની રાજધાની બેઇજિંગ, શાંઘાઈ સહિત તમામ શહેરોમાં આકરી નજર રાખવામાં આવી રહી છે. સ્થિતિ એવી છે કે ચીનની સરકાર પોતાના નાગરિકો પર અત્યાચાર કરી રહી છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. જેમાં પીપીઈ કીટ પહેરીને ચીનના સ્વાસ્થ્ય કર્મી લોકોને મારી રહ્યાં છે. જાેવા મળ્યું છે કે ઝીરો કોવિડ પોલિસીને લઈને ચીન કઈ હદ સુધી પહોંચી ગયું છે. લોકોને પકડી-પકડી તેના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. ચીનના ૨૭ શહેરોમાં લોકડાઉન છે અને ૧૬ કરોડથી વધુ લોકો ઘરોમાં કેદ છે. સૌથી ખરાબ સ્થિતિ શાંઘાઈ અને બેઇજિંગની છે.

China-Beijiling-coronavirus-Zero-Covid-Policy.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *