મ્યાનમાર
મ્યાનમારની સેનાએ આંગ સાન સૂ કીની ચૂંટાયેલી સરકાર પાસેથી સત્તા છીનવી લીધી હતી. ‘આસિસ્ટન્સ એસોસિએશન ફોર પોલિટિકલ પ્રિઝનર્સ’ દ્વારા એકત્ર કરવામાં આવેલા ડેટા અનુસાર, દેશભરમાં ત્યારપછીના દેખાવોમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૧,૪૦૦ થી વધુ નાગરિકો માર્યા ગયા હતા. દક્ષિણપૂર્વ એશિયાના દેશોના પ્રાદેશિક જૂથ આસિયાનએ મ્યાનમારને સંકટમાંથી બહાર આવવા માટે મધ્યસ્થી ભૂમિકા ભજવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ચીનના રાજદૂતે કહ્યું કે તેમનો દેશ માને છે કે આસિયાનએ “મહત્વપૂર્ણ ભૂમિકા” ભજવવી જાેઈએ. ઑક્ટોબરમાં કંબોડિયાએ આસિયાનનું પ્રમુખપદ સંભાળ્યું અને ડિસેમ્બરમાં વડા પ્રધાન હુન સેને દેશના વિદેશ પ્રધાન પ્રાક સોક્કોનને મ્યાનમારમાં પ્રાદેશિક જૂથના દૂત તરીકે નિયુક્ત કર્યા. સેનાએ સત્તા સંભાળી તે પછી હુન સેન પોતે મ્યાનમાર ગયા અને આમ કરનાર પ્રથમ વિદેશી નેતા બન્યા હતા. ઝાંગે શુક્રવારે જણાવ્યું હતું કે બેઇજિંગ હુન સેન દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનું સ્વાગત કરે છે અને કંબોડિયન વડા પ્રધાનની મુલાકાતને “ખૂબ સરસ, ખૂબ અર્થપૂર્ણ” ગણાવે છે અને “અમે તેમને વધારે પ્રયત્નો કરવાનું ચાલુ રાખવા કહ્યું છે”. ચીની રાજદૂતે જણાવ્યું હતું કે સોકખોને શુક્રવારે કાઉન્સિલને જણાવ્યું હતું કે સભ્ય દેશોએ મ્યાનમારની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ “વિશિષ્ટ રાજકીય માળખું” અને તે માળખામાં સૈન્ય દ્વારા ભજવવામાં આવતી ભૂમિકાને સમજવી પડશે અને “તેના આધારે જ આપણે ઉકેલ શોધી શકીએ છીએ.” મ્યાનમાર માટે યુએનના નવા વિશેષ દૂત તરીકે નુલિન હેજરની નિમણૂકને પણ ચીન આવકારે છે. તમને જણાવી દઈએ કે, ચીને મ્યાનમારની સૈન્ય તાનાશાહીનો વિરોધ કર્યો નથી. એવું માનવામાં આવે છે કે તે હજી પણ અહીં સૈન્ય સરકારને સમર્થન આપી રહ્યો છે.સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના રાજદૂત ઝાંગ જુને શુક્રવારે કહ્યું હતું કે સંઘર્ષગ્રસ્ત મ્યાનમારમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો પ્રાથમિક ઉદ્દેશ્ય તેને વધુ હિંસા અને ગૃહયુદ્ધથી બચાવવાનો હોવો જાેઈએ. સુરક્ષા પરિષદની દક્ષિણપૂર્વ એશિયાઈ રાષ્ટ્રોના ૧૦-સભ્ય સંગઠન અને મ્યાનમારમાં યુએનના નવા રાજદૂતોની બંધ બારણે બેઠક પછી ઝાંગ જુને આશા વ્યક્ત કરી કે તેમના અને અન્ય લોકો દ્વારા પ્રયાસો “પરિસ્થિતિને થાળે પાડી શકે છે”.