International

ચીને રશિયાની મદદ કરી તો પરિણામ ભોગવવું પડશે ઃ જાે બાઈડન

વોશીંગ્ટન
અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે શુક્રવારે ટેલિફોન પર વાતચીત કરી. આ દરમિયાન તેમણે ચીનને ધમકી આપી કે જાે તેણે રશિયાને મદદ કરી તો તેનું પરિણામ ભોગવવું પડશે. વાત જાણે એમ છે કે અમેરિકા યુક્રેન પર રશિયન હુમલા માટે રશિયાને સૈન્ય અને આર્થિક મદદ ચીન ઉપલબ્ધ ન કરાવે તે માટે ચીનને રોકવાની કોશિશ કરી રહ્યું છે. બંને નેતાઓની વાતચીતની યોજના પર ત્યારથી કામ ચાલુ હતું જ્યારથી બાઈડેન અને શીએ ગત વર્ષ નવેમ્બરમાં એક ડિજિટલ શિખર બેઠક કરી હતી. જાે કે યુક્રેન વિરુદ્ધ રશિયાના હુમલા અંગે વોશિંગ્ટન અને બેઈજિંગ વચ્ચે મતભેદો આ વાતચીતના કેન્દ્રમાં રહવાની આશા હતી. ઈસ્ટર્ન ડેલાઈટ ટાઈમના રિપોર્ટ મુજબ બંને નેતાઓએ સવારે નવ વાગ્યેને ૩ મિનિટે પોતાની વાતચીત શરૂ કરી. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યું હતું કે બાઈડેન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને ચીનના સમર્થન અને યુક્રેનમાં રશિયાના બર્બર હુમલાની ટીકા નહીં કરવા અંગે સવાલ કરશે. સાકીએ કહ્યું હતું કે આ આકલન કરવાનો સમય છે કે રાષ્ટ્રપતિ શી ક્યાં ઊભા છે. ચીને એકવાર ફરીથી વાર્તા કરવા અને માનવીય સહાયતા માટે અનુદાનને લઈને પોતાની અપીલ દોહરાવી. આ સાથે જ તેણે અમેરિકા પર રશિયાને ઉક્સાવવાનો અને યુક્રેનને હથિયારોની આપૂર્તિ કરીને સંઘર્ષ વધારવાનો આરોપ લગાવ્યો. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને દૈનિક પ્રેસ બ્રિફિંગમાં કહ્યું કે ચીને દર વખતે જાનહાનિ ટાળવાની દરેક કોશિશ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે એ જવાબ આપવો સરળ છે કે યુક્રેનમાં સામાન્ય લોકોને કઈ ચીજની વધુ જરૂર છે, ભોજનની કે મશીન ગનની? યુક્રેનમાં પુતિન દ્વારા રશિયાના સૈનિકોને તૈનાત કરાયા બાદ શીએ રશિયાના આક્રમણથી અંતર જાળવવાની કોશિશ કરી પરંતુ મોસ્કોી આલોચના કરવાથી તેઓ બચતા જાેવા મળ્યા. શુક્રવારે બાઈડેન-શીની ફોન વાર્તા, બાઈડેનના અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા બાદ શી સાથે તેમની આ ચોથી વાતચીત છે. આ બધા વચ્ચે તાઈવાનના રક્ષા મંત્રાલયે કહ્યું કે તાઈવાન પર બળપૂર્વક પોતાનો દાવો કરવાની ચીનની ધમકીને યાદ અપાવતા ચીની વિમાન વાહક જહાજ શાંદોંગ શુક્રવારે તાઈવાન જળસીમામાંથી પસાર થયું. આ ઘટનાક્રમ બાઈડેન-શીની વાર્તાના થોડા કલાકો પહેલા જ ઘટ્યો. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રીય સેના ગુપ્તચર નિગરાણી તથા ડ્રોન પ્રણાલીઓ સાગરમાં ચીની જહાજાે તરફ તાઈવાન જળસીમાની આસપાસના વાયુસક્ષેત્રમાં વિમાનોની ગતિવિધિઓ પર સંપૂર્ણ નજર રાખી રહ્યા છે. આ બાજુ ઝાઓએ કહ્યું કે તેમને જહાજ પસાર થવા અંગે વિસ્તૃત જાણકારી નથી. તેમણે કહ્યું કે મારું માનવું છે કે જહાજ પોતાના નિયમિત તાલિમ અભિયાન પર હશે જેને ચીની તથા અમેરિકી નેતાઓ વચ્ચે થનારી વાતચીત સાથે જાેડવું જાેઈએ નહીં.

USA-President-Joe-Baiden-PM-China.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *