ચીન
ઇમરાન ખાને ચીનની ચાર દિવસીય મુલાકાતના છેલ્લા દિવસે શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. તેમણે ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરની ધીમી ગતિ અને પાકિસ્તાનમાં વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહેલા ચીની કર્મચારીઓ પરના હુમલાને લઈને બીજિંગની વધતી જતી ચિંતા સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આ મુલાકાત કરી હતી. ઇમરાન ખાન સાથેની તેમની મુલાકાતમાં શી જીનપિંગે કહ્યું કે ચીન રાષ્ટ્રીય સ્વતંત્રતા, સાર્વભૌમત્વ, ગૌરવની રક્ષા કરવા અને આતંકવાદ સામે લડવામાં પાકિસ્તાનને મજબૂત સમર્થન આપે છે. તેમણે કહ્યું કે ચીન ઝ્રઁઈઝ્રને સંપૂર્ણ વિકાસની દિશામાં આગળ વધારવા માટે પાકિસ્તાન સાથે હાથ મિલાવવા તૈયાર છે. એક સંયુક્ત નિવેદન અનુસાર, ‘પાકિસ્તાની પક્ષે ચીની પક્ષને જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર તાજેતરના ઘટના ક્રમોની જાણ કરી. ચીની પક્ષે ફરીથી કહ્યું કે કાશ્મીર મુદ્દો એક એવો વિવાદ છે કે જે ભૂતકાળથી ચાલી આવે છે અને તેનું યોગ્ય અને શાંતિપૂર્ણ રીતે સમાધાન થવું જાેઈએ. ચીન પરિસ્થિતિને વધુ જટિલ બનાવે એવી કોઈ પણ એકપક્ષીય કાર્યવાહીનો વિરોધ કરે છે.’ચીને ૬૦ અબજ ડોલરના ઝ્રઁઈઝ્ર રોકાણ કાર્યક્રમ હેઠળ પાકિસ્તાન સાથે ગાઢ સહયોગનો સંકલ્પ લીધો. સાથે જ તેને કાશ્મીર મુદ્દાને યોગ્ય અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની પણ વાત કરી, જયારે પરિસ્થિતિને જટિલ બનાવતી એકપક્ષીય કાર્યવાહીનો વિરોધ કર્યો. હકીકતમાં, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત ટોચના ચીની નેતાઓ સાથે વાતચીત કરી હતી.