International

જંગમાં યુક્રેનની સેનાએ રશિયાની સેનાની નાકમાં કરી દીધો છે દમ

કીવ
યુક્રેનની સેનાએ જંગમાં સુપર પાવર કહેવાતા રશિયાની સેનાની નાકમાં દમ કરી દીધો છે અને દેશના હજારો કિલોમીટરના વિસ્તારને રશિયાના કબજામાંથી મુકત કરાવી દીધો છે. યુક્રેનની સેના જમીનની સાથે દરિયામાં પણ તબાહી મચાવી રહ્યું છું અને ગત દિવસોમાં તેણે રશિયાની શાન રહેલ મોસ્કવા યુધ્ધપોતને દરિયામાં જ બરબાદ કરી દીધુ હતું આ દરમિયાન ખુલાસો થયો છે કે અત્યાધુનિક હથિયારો અને મિસાઇલોથી સજજ રશિયન સેનાને માત આપવા માટે યુક્રેનના સૈનિક અલકાયદા અને હુતી વિદ્રોહીઓવાળી જુગાડ પોતાની રહી છે.યુક્રેનના આ હથિયારોનું નામ છે વિસ્ફોટકોથી સજજ ડ્રોન જેને વાટરક્રોફટના સાધનોથી જાેડીને બનાવવામાં આવ્યું છે. ગત મહીને ક્રીમિયાની નજીક રશિયાના નૌસૈનિક અડ્ડા સેવાસ્તોપોલની પાસે કાળા સાગરમાં એક અજાણ્યા માનવરહિત વોટરક્રાફટ વહીને આવ્યું હતું રશિયાની સોશલ મીડિયામાં તેની તસવીર વાયરલ થઇ હતી તેમાં નજરે આવી રહ્યું હતું કે આ ખુબ નાના ડ્રોન છે જેને વોટરફોફટના સાધનોથી જાેડીને બનાવવામાં આવ્યું હતું તેની અંદર મોટી માત્રામાં વિસ્ફોટક ભરેલ હતો આ ખુલાસા બાદ રશિયાએ પોતાના યુધ્ધ જહાજોને લગભગ ત્રણ સપ્તાહ સુધી બંદરગાહ પર જ રાખ્યા હતાં આ ડ્રોનને બનાવનારનો ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ નેવલ ન્યુઝના જણાવ્યા અનુસાર તેની ખાસિયત અને રશિયાની પ્રતિક્રિયાને જાેતા લાગી રહ્યું છે કે તેને યુક્રેને બનાવ્યા હતાં. આ દરિયામાં ચાલનારા ડ્રોન શોકિયા ચલાવનારા વોટર જેટ જેવા સી ડૂથી બનાવવામાં આવ્યા છે સી ડૂ કંપની દુનિયાભરમાં વાટરજેટ વેચે છે. આથી આ સરળતાથી કયાંયથી પણ ખરીદી શકાય છે.આ રોટેકસના એન્જીનથી ચાલે છે અને તેની સ્પીડ ૭૦ મીલ પ્રતિકલાક હોય છે આ ડીઝલ અથવા ઇલેકટ્રોનિક બંન્ને જ બળતણથી ચાલે છે આ દરિયાઇ ડ્રોનમાં વિસ્ફોટની પધ્ધતિ ડ્રોન વિમાનોવાળી જ હોય છે તેમાં હવાઇ બોંબવાળા ફયુઝ લાગેલા હોય છે જેનો ઉપયોગ મોટા પાયા પર થાય છે આ ફયુઝ એક કેબલથી ડેટોનેટર અને વારહેડથી કનેકટ રહે છે. અનુમાન અનુસાર આ ડ્રોનનો આગળનો ભાગં બારૂદથી ભરેલ હોય છે આ યુક્રેની સી ડ્રોનને સંભવત એલ્યુમિનિયમથી બનાવવામાં આવ્યો છે.દુનિયામાં યમનના હૂતી વિદ્રોહી અને અલકાયદા આતંકી આ રીતના દરિયાઇ ડ્રોનનો તાજેતરના વર્ષોમાં ઉપયોગ કરી ચુકયા છે.નેવલ ન્યુઝના રિપોર્ટ અનુસાર ઇરાનની સેનાએ સંભવત હુતી વિદ્રોહીઓને આ રીતના ધાતક ડ્રોનને બનાવવાની તાલિમ આપી છે વર્ષ ૨૦૧૭માં સાઉદી આરબના યુધ્ધ જહાજ અલ મદીનાહ પર હુતી વિદ્રોહીઓએ આ રીતના ડ્રોનથી હુમલો કર્યો હતો જેમાં બે નાવિકોના મત થયા હતાં અમેરિકી સેનાએ પણ આ હુમલાની પુષ્ટી કરી હતી દરમિયાન રશિયા અને યુક્રેનની લડાઇ હવે તે મોરચા પર પહોંચી ચુકી છે જયાં હવે પરમાણુ હુમલાની ચર્ચા થઇ રહી છે.ક્રીમિયા બ્રિજ પર હુમલા બાદ નારાજ પુતિને યુક્રેન પર મિસાઇલો અને બોંબનો વરસાદ કર્યો છે.યુક્રેનના કીવ ખારકીવ જેવા શહેરોમાં પુતિને બોંબથી વરસાદ કરાવ્યો છે.કુટનીતિક વર્તુળો,લશ્કરી પ્રતિષ્ઠાનોમાં હવે એ વાતની ચર્ચા થઇ રહી છે કે પુતિન યુક્રેન પર ટેકિટકલ ન્યુકિલયર હુમલો પણ કરી શકે છે. જાે પુતિન યુક્રેન પર પરમાણુ હુમલો કરી દે તો અમેરિકાની શું પ્રતિક્રિયા હશે એ સવાલના જવાબમાં રાષ્ટ્રપતિ જાે બાઇડેને કહ્યું હતું કે આવી સ્થિતિમાં પેંટાગનને પ્રતિક્રિયા આપવા માટે કોઇને પુછવાની જરૂર રહેશે નહીં પેંટાગન અમેરિકાના રક્ષા મંત્રાલયનું નામ છે બાઇડેનના જવાબથી સ્પષ્ટ થાય છે કે આવી કોઇ પણ પરિસ્થિતિ આવવા પર અમેરિકા ઘાતક જવાબ આપવા તૈયાર છે. યુક્રેનમાં અમેરિકા અને નાટો માટે રેડ સાઇન શું હશે અને જાે પુતિન યુક્રેનમાં પરમાણુ સંયંત્ર પર બોંબમારો કરે છે અથવા ટેકિટકલ પરમાણુ હથિયારનો ઉપયોગ કરે છે તો શું તેના જવાબમાં બાઇડેને કહ્યું કે અમે શું કરીશું શું નહી આ બાબતમાં વાત કરવી મારા માટે બિન જવાબદારીપૂર્ણ હશે ઇડોનેશિયામાં જી ૨૦ની બેઠકમાં પુતિનની મુલાકાત કરશો તેના જવાબમાં બાઇડેને પુતિનને મળવાનો ઇન્કાર કર્યો નહીં પરંતુ તેમણે કહ્યું કે તેની સાથે શરત પણ છે તેમણે કહ્યું કે મારો તેમને મળવાનો કોઇ ઇરાદો નથી પરંતુ જાેવા જાે તે જી ૨૦માં મારી પાસે આવે અને કહે કે તે ગ્રિનરની મુક્તિ બાબતમાં વાત કરવા ઇચ્છે છે તો હું તેમને મળીશ

File-01-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *