જર્મની
જર્મનીમાં કોરોના પર લાદવામાં આવેલા નિયંત્રણોનો ર્નિણય મોટાભાગે દેશના ૧૬ રાજ્યોની સરકારોની જવાબદારી છે. જાે કે, સરકાર તેમની નાગરિક આરોગ્ય નીતિ પર સહયોગ કરવા માટે રાજ્ય સરકારોના વડાઓ સાથે નિયમિતપણે બેઠક કરે છે. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ટ્ઝની પ્રાદેશિક નેતાઓ સાથેની આગામી બેઠક ૧૬ ફેબ્રુઆરીએ યોજાવાની છે. છેલ્લી બેઠક ૨૪ જાન્યુઆરીએ યોજાઈ હતી. આ બેઠકમાં તમામ નેતાઓએ પ્રતિબંધો સંબંધિત નિયમોને લઈને યથાસ્થિતિ જાળવવા સંમતિ દર્શાવી હતી અત્યંત ચેપી ઓમિક્રોન વેરિઅન્ટને કારણે ચેપના કેસોમાં ઝડપથી વધારો થવાને કારણે જર્મનીમાં હાલમાં ઘણા નિયંત્રણો લાગુ છે. નાઇટક્લબ અને આવા ઘણા સ્થળો સંપૂર્ણપણે બંધ છે, તેથી રેસ્ટોરન્ટ અને બારમાં જવા માટે, ગ્રાહકોએ બતાવવું પડશે કે તેમને રસી આપવામાં આવી છે અથવા ચેપ લાગ્યો છે અને હવે તેઓ સાજા થયા છે. રિપોર્ટ બતાવીને પણ આવા સ્થળોએ જઈ શકે છે. જેમણે બૂસ્ટર ડોઝ લીધો છે તેઓને હાલમાં ટેસ્ટ કરાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જેમણે રસી લીધી નથી તેમને હાલમાં રેસ્ટોરાં અથવા બાર સહિત ઘણી દુકાનોમાં જવાની મંજૂરી નથી. ઘણા લોકો આ પ્રતિબંધોનો વિરોધ કરી રહ્યા છે.જર્મનીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૩૬,૧૨૦ નવા કેસ નોંધાયા છે. આ એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. કહેવામાં આવી રહ્યું છે કે, કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ પછી જાેવા મળ્યો છે. જર્મનીમાં કોવિડ-૧૯ની મહામારીમાં નિયંત્રણો ખતમ કરવાની માંગ સતત વધી રહી છે. સરકારના એક મંત્રીએ કહ્યું છે કે આવતા મહિનાથી ઘણા નિયમો હટાવી શકાય છે. બુધવારે સંક્રમિત લોકોની સંખ્યા ૨ લાખને વટાવી ગઈ છે.
