International

જાે ચીન તાઈવાન પર હુમલો કરશે તો અમેરિકા કાર્યવાહી કરશે ઃ બાઈડન

ટોક્યો
યુક્રેન યુદ્ધ વચ્ચે તાઈવાનને ડરાવવાની કોશિશ કરી રહેલા ચીનને પહેલીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને ખુલ્લી ચેતવણી આપી છે. ક્વાડ મીટિંગમાં ભાગ લેવા જાપાન પહોંચેલા બાઈડને એક બેઠકમાં કહ્યું હતું કે જાે ચીન દ્વારા તાઈવાન પર હુમલો કરવામાં આવશે તો અમેરિકા સૈન્ય કાર્યવાહી કરશે. તેમે વધુમાં કહ્યું કે ચીન તાઈવાન સરહદમાં ઘૂસણખોરી કરીને જાેખમ ઉઠાવી રહ્યું છે. બાઈડને કહ્યું કે યુક્રેન પર રશિયાના હુમલા બાદ તાઈવાનની રક્ષા કરવાની જવાબદારી વધી ગઈ છે. જાે ચીન હુમલો કરે તો અમેરિકા લશ્કરી સહાય દ્વારા તાઇવાનનો બચાવ કરશે. વાસ્તવમાં, તાઈવાન રિલેશન એક્ટ મુજબ, અમેરિકા તાઈવાનની સુરક્ષા કરવા માટે બંધાયેલું છે. કારણ એ છે કે અમેરિકા તાઈવાનને હથિયારો સપ્લાય કરે છે. બેઠકમાં બાઈડેનને સવાલ કરવામાં આવ્યો હતો કે શું ચીન તાઈવાન પર કબજાે કરવા માટે સત્તાનો ઉપયોગ કરશે તો અમેરિકા હસ્તક્ષેપ કરશે? તેના જવાબમાં જાે બાઈડને કહ્યું- અમે એ જ વચન આપ્યું હતું. અમે વન ચાઇના નીતિ માટે સંમત થયા, અમે તેના પર હસ્તાક્ષર કર્યા, પરંતુ એ વિચારવું ખોટું છે કે બળનો ઉપયોગ કરીને તાઇવાનને છીનવી શકાય છે. જાે બાઈડને કહ્યું કે તાઈવાન સામે બળનો ઉપયોગ કરવો ચીનનું આ પગલું માત્ર અયોગ્ય નહીં, પરંતુ તે સમગ્ર પ્રદેશને અસ્થિર કરી દેશે. ચીન તાઈવાનને પોતાનો ભાગ માને છે, જ્યારે તાઈવાન પોતાને એક સ્વતંત્ર દેશ તરીકે જુએ છે. ચીનનું લક્ષ્ય તાઈવાનને રાજકીય માંગણીઓ સામે ઝુકવા અને ચીનના કબજાને સ્વીકારવા દબાણ કરવાનું રહ્યું છે. રુશિયા-યુક્રેન યુદ્ધ બાદથી એવી આશંકા છે કે ચીન તાઈવાન પર કબજાે કરવા માટે યુદ્ધનો માર્ગ પણ અપનાવી શકે છે.

jo-biden.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *