અમેરિકા
જાે બાઈડને સોમવારે કહ્યું હતું કે, રશિયાના સૈન્ય ધમકી વચ્ચે જરૂરી રાજદ્વારીઓ સિવાય યુક્રેન છોડવું અમેરિકનો માટે સમજદારીભર્યું રહેશે. બાઈડને વ્હાઇટ હાઉસમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં આ વાત કહી. આ પહેલા બંને નેતાઓએ યુક્રેન સંબંધિત સંકટને લઈને વાતચીત કરી હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે યુક્રેન માં કામ કરતા તેના બિનજરૂરી કર્મચારીઓને ત્યાંથી પાછા ફરવાની મંજૂરી આપી છે અને રાજદ્વારીઓના પરિવારના તમામ સભ્યોને ત્યાંથી પાછા ફરવાની અપીલ કરી છે. યુક્રેન નજીક લગભગ ૧૦૦,૦૦૦ રશિયન દળોની જમાવટથી પશ્ચિમી દેશોની ચિંતા વધી છે, જેઓ તેને સંભવિત આક્રમણની શરૂઆત તરીકે જુએ છે. રશિયાએ તેના પાડોશી પર હુમલો કરવાની કોઈપણ યોજનાનો ઇનકાર કર્યો છે, પરંતુ યુક્રેન અથવા અન્ય કોઈ ભૂતપૂર્વ સોવિયેત દેશને નાટો (નોર્થ એટલાન્ટિક સંધિ સંગઠન) માં જાેડાતાં રોકવા માટે યુએસ અને તેના સાથી દેશો પર દબાણ કરી રહ્યું છે. રશિયાએ આ પ્રદેશમાં શસ્ત્રોની જમાવટ અને પૂર્વ યુરોપમાંથી નાટો દળોની પાછી ખેંચી લેવાનું પણ આહ્વાન કર્યું છે. અમેરિકા અને નાટોએ રશિયાની માંગને ફગાવી દીધી છે. યુક્રેન કટોકટીનો અંત લાવવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસો તેજ થયા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મોસ્કોમાં અને જર્મન ચાન્સેલર ઓલાફ શુલ્ઝ વોશિંગ્ટનમાં વાટાઘાટો કરે છે. અગાઉ એવા સમાચાર હતા કે રશિયાએ બેલારુસમાં મોટા પાયા પર હથિયારો તૈનાત કર્યા છે. જેમાં જી-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ અને ઈસ્કેન્ડર મિસાઈલનો સમાવેશ થાય છે. રશિયાએ યુક્રેન સાથેની બેલારુસની સરહદ નજીક સૈનિકોના ત્રણ યુનિટ તૈયાર કર્યા છે. જેમની પાસે એક ઘાતક હથિયાર છે. આ માહિતી સેટેલાઇટ તસવીરોમાં સામે આવી છે.