ચીન
ચીનમાં વિન્ટર ઓલિમ્પિક્સ ૪ થી ૨૦ ફેબ્રુઆરી સુધીની વિન્ટર ગેમ્સ શરૂ થશે. જેકી ચાને ચીની ઓલિમ્પિક મેડલ વિજેતાઓ સાથે વિન્ટર ઓલિમ્પિકની ટોર્ચ રિલેમાં ભાગ લીધો હતો. જેકી ચાને પત્રકારોને કહ્યું કે, હું સવારે ૪ વાગ્યે ઉઠી ગયો હતો. આ મારી ચોથી ઓલિમ્પિક રિલે છે. હું ખૂબ જ ખુશ છું. મને ઠંડી પણ લાગે છે. ગ્રેટ વોલ ખાતે ૨૦૨૨ વિન્ટર ઓલિમ્પિકની ટોર્ચ રિલેમાં ભાગ લીધા બાદ જેકી ચાન બાળકો સાથે ફોટા માટે પોઝ આપ્યો હતો. ચીનમાં આયોજિત બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક ૨૦૨૨ના ઉદઘાટન અને સમારોહમાં ભારતીય રાજદૂત ભાગ નહીં લે. આ એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે, ચીને ગલવાન ખીણમાં હિંસાનું રાજનીતિકરણ કર્યું છે. ચીને ગલવાન ખીણમાં સૈન્ય સંધર્ષ દરમિયાન થયેલ હિંસામાં સામેલ એક સૈનિકને મશાલચી બનાવ્યો હતો. તેના પર વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે દુખી છીએ કે ચીને બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકનું રાજનીતિકરણ કરવાનું પસંદ કર્યું છે. ભારતે બેઇજિંગમાં યોજાનારા વિન્ટર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાનો ર્નિણય લીધો છે. માનવ અધિકારોના હનનના મામલે આંતરરાષ્ટ્રીય સમુદાય ચીનની ટીકા કરતું આવ્યું છે. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા ઉપરાંત કેટલાક યુરોપીયન દેશોએ પણ બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકનો રાજકીય બહિષ્કાર કરવાનો ર્નિણય લીધો હતો. તેમના રાજનેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ બેઈજિંગ ઓલિમ્પિકના સમારંભોમાં ભાગ લેવાના નથી. અમેરિકાએ ચીનમાં ઉઇગર મુસ્લિમો સાથેના વ્યવહારને લઈને આ વલણ અપનાવ્યું છે. આ પહેલા પણ અમેરિકા સહિત ઘણા દેશો ઉઇગર મુસ્લિમો પર થતા અત્યાચાર પર નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. અમેરિકાએ તો ઉઇગર લઘુમતીઓ પર ચીનના નરસંહારને પણ ગણાવ્યું છે. નોંધનીય છે કે ચીનમાં બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક ૪ ફેબ્રુઆરીથી શરૂ થશે અને ૨૦ ફેબ્રુઆરી સુધી ચાલશે.આ ઉપરાંત લગભગ તમામ ઈવેન્ટમાં જાહેર જનતાના ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.કોરોનાના કારણે ખેલાડીઓને માત્ર બાયોસિક્યોર બબલમાં જ રાખવામાં આવશે.


