International

ટી૨૦ રેન્કિંગમાં સુર્યકુમાર યાદવ બાબર આઝમને પાછળ છોડીને બન્યો ત્રીજા ક્રમનો બેટ્‌સમેન

દુબઈ
ભારતના સ્ટાર બેટ્‌સમેન સુર્યકુમાર યાદવે ટી૨૦માં બેટ્‌સમેનના રેન્કિંગમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પછડાટ આપી છે. આ સાથે જ તે ટી૨૦ ફોરમેટમાં શ્રેષ્ઠ બેટ્‌સમેન બનવાની દિશામાં એક ડગલું આગળ વધ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા આઈસીસી મેન્સ ટી૨૦ રેન્કિંગમાં સુર્યકુમાર યાદવ બાબર આઝમને પાછળ છોડીને ત્રીજા ક્રમનો બેટ્‌સમેન બન્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટી૨૦માં સુર્યકુમારે ૪૬ રનની શાનદાર ઈનિંગ રમી હતી. સુર્યકુમાર યાદવ બેટ્‌સમેન રેન્કિંગમાં ૭૮૦ રેટિંગ પોઈન્ટ્‌સ સાથે ત્રીજા ક્રમનો બેટ્‌સમેન રહ્યો હતો. દક્ષિણ આફ્રિકાના એઈડન માર્કરમ (૭૯૨ રેટિંગ પોઈન્ટ્‌સ) અને પાકિસ્તાનના ઓપનર મોહમ્મદ રિઝવાન (૮૨૫)ને ઓળંગીને સુર્યકુમારને વિશ્વના શ્રેષ્ઠ ટી૨૦ બેટ્‌સમેન બનવાની સુવર્ણ તક છે. ઈંગ્લેન્ડનો ડેવિડ મલાન અને ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન એરોન ફિન્ચ અનુક્રમે પાંચમાં તથા છઠ્ઠા ક્રમે રહ્યા હતા. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ૨૨ સ્થાનની છલાંગ સાથે ૬૫માં ક્રમે રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે મોહાલીમાં પ્રથમ ટી૨૦માં હાર્દિક પંડ્યાએ જાેરદાર ફટકાબાજી કરતા ૭૧ રનની અણનમ ઈનિંગ રમી હતી. હાર્દિકના સાથે અક્ષર પટેલ બોલર્સની યાદીમાં ૨૪ સ્થાનના ફાયદા સાથે ૩૩માં ક્રમ રહ્યો હતો.ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર જાેશ હેઝલવુડ ટી૨૦માં ટોચનો બેટ્‌સમેન રહ્યો હતો. દક્ષિણ આફ્રિકાનો સ્પિનર તબરેઝ શામ્સી બીજા ક્રમે જ્યારે ઈંગ્લેન્ડનો આદિલ રાશિદ ત્રીજા ક્રમે રહ્યો હતો. ત્રણ વર્ષ સુધી ટી૨૦ ક્રિકેટથી દૂર રહ્યા બાદ એલેક્સ હેલીસે ટી૨૦ બેટર્સ રેન્કિંગમાં પુનરાગમન કર્યું હતું. પાકિસ્તાનના હેરિસ રઉફ ચાર સ્થાનના લાભ સાથે ૨૧માં ક્રમનો બોલર રહ્યો હતો.

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *