International

તાલિબાની સત્તામાં આવતા ત્રાસવાદીઓને સુરક્ષિત આશ્રય મળ્યો ઃ યુએન

યુએન
ઈસ્લામિક સ્ટેટ ઈરાક અને સીરિયામાં ગ્રામીણ બળવાખોરીના કાર્યમાં સક્રિય છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સ બંનેએ પણ ઈસ્લામિક સ્ટેટ અને અલ-કાયદા સાથે જાેડાયેલા આતંકવાદનો સામનો કરવામાં નોંધપાત્ર પગલાં લીધા છે. અલ-કાયદા અને ઈસ્લામિક સ્ટેટ સામેના પ્રતિબંધોની દેખરેખ માટે નિષ્ણાતોની સમિતિએ યુએન સુરક્ષા પરિષદને સુપરત કરેલા એક અહેવાલમાં જણાવ્યું હતું કે ૨૦ વર્ષની અરાજકતા બાદ અફઘાનિસ્તાનમાંથી યુએસ અને નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન-દ્ગછ્‌ર્ં) સૈનિકોની હકાલપટ્ટી કરવામાં આવી હતી. ૧૫ ઓગસ્ટે સત્તાપલટ અને ત્યારથી ૨૦૨૧ના છેલ્લા છ મહિનામાં ઘણી ઘટનાઓ બની છે. “તાલિબાને દેશમાં વિદેશી આતંકવાદીઓની પ્રવૃત્તિઓને મર્યાદિત કરવા માટે પગલાં લીધાં હોય તેવા કોઈ સંકેત દેખાતા નથી,” પરંતુ તેનાથી વિપરીત, આતંકવાદી સંગઠનો “આત્યંતિક સ્વતંત્રતા” માણી રહ્યાં છે. જાે કે, યુએનના સભ્ય દેશોએ “અફઘાનિસ્તાનમાં વિદેશી આતંકવાદીઓની હાજરી અંગે કોઈ માહિતી પ્રદાન કરી નથી.” નિષ્ણાતોએ નોંધ્યું કે અલ-કાયદાએ ૩૧ ઓગસ્ટના રોજ એક નિવેદન બહાર પાડીને તાલિબાનને તેની જીત પર અભિનંદન પાઠવ્યા હતા. આ બાદ અલ-કાયદાએ વ્યૂહાત્મક મૌન જાળવી રાખ્યું છે. કદાચ આ આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવાના તાલિબાનના પ્રયાસોને નુકસાન ન પહોંચાડવાનો પ્રયાસ હોઈ શકે. સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો માને છે કે અફઘાનિસ્તાન હાલત ખૂબ જ ખરાબ છે.’ અલ કાયદા પણ ચૂપ છે જેથી તાલિબાન સરકારને વૈશ્વિક માન્યતા મેળવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. એવા પણ અહેવાલ હતો કે ઓસામા બિન લાદેનનો પુત્ર અબ્દલ્લા ગત વર્ષે ઓક્ટોબરમાં તાલિબાન સાથે બેઠક કરવા અફઘાનિસ્તાન ગયો હતો.અફઘાનિસ્તાનમાં તાજેતરમાં સત્તા પર આવેલ તાલિબાનના અલ-કાયદા સાથે ભૂતકાળના સંબંધોને કારણે અફઘાનિસ્તાન ઉગ્રવાદીઓ અને આતંકવાદી સંગઠનો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની રહ્યું છે અને હાલ તેમણે અફઘાનિસ્તાનની ધરતી પર વધુ સ્વતંત્રતા મળી છે. આ સાથે સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અલ-કાયદા અને ઈસ્લામિક સ્ટેટ જૂથ બંને સાથે જાેડાયેલા ઉગ્રવાદીઓ સફળતાપૂર્વક આફ્રિકામાં ખાસ કરીને અશાંત અને તણાવગ્રસ્ત વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *