તુર્કી
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને રવિવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી અને યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે હાકલ કરી હતી. અર્દોઆનના કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. નિવેદન અનુસાર એર્દોગને પ્રદેશમાં માનવતાવાદી પરિસ્થિતિમાં સુધારો કરવા માટે પણ હાકલ કરી હતી. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓ એ વાત પર સહમત થયા હતા કે રશિયન અને યુક્રેનિયન અધિકારીઓ વચ્ચે આગામી બેઠક ઈસ્તાંબુલમાં થવી જાેઈએ. જાે કે, આ માટે કોઈ સમય મર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. રશિયા સાથે વાટાઘાટો કરી રહેલા યુક્રેનિયન પ્રતિનિધિમંડળના એક સભ્યએ રવિવારે જણાવ્યુ હતુ કે, બંને પક્ષોએ સોમવારથી આમને-સામને મળવાનું નક્કી કર્યું છે. જાેકે, રશિયાના મુખ્ય વાટાઘાટકારે કહ્યું કે આ મંત્રણા મંગળવારથી શરૂ થશે. યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતુ કે યુક્રેન રશિયા સાથે શાંતિના ભાગરૂપે તટસ્થ સ્થિતિ અપનાવવા અંગે ચર્ચા કરવા માટે તૈયાર છે. આ પહેલા શનિવારે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને તેમના યુક્રેનિયન સમકક્ષ વોલોડીમિર ઝેલેન્સ્કી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી અને ત્યાંની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તુર્કીના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, એર્દોઆને ઝેલેન્સકીને કહ્યું કે તે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશનની તાજેતરની બેઠકમાં યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા માટે તુર્કીનું સમર્થન કર્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એર્દોઆને અન્ય નેતાઓ સાથે વન-ટુ-વન વાતચીત કરી અને આ દિશામાં પ્રયાસો કર્યા. ઉલ્લેખનીય છે કે,તુર્કી જે રશિયા અને યુક્રેન બંને સાથે ગાઢ સંબંધો ધરાવે છે, તેથી તેણે યુદ્ધગ્રસ્ત દેશો વચ્ચે વાતચીત માટે પોતાને તટસ્થ રાખ્યુ છે.
