થાઈલેન્ડ,
થાઈલેન્ડના પટાયાના સિન સિટી વિસ્તારમાં લવલી મસાજ ‘હેપ્પી એન્ડિંગ’ મસાજ પાર્લરના ટેબલ પર એક પેન્શનરનું મૃત્યુ થયું છે. સિન સિટી વિસ્તાર તેની એડલ્ટ નાઇટલાઇફ માટે જાણીતો છે જ્યાં મસાજ પાર્લર ૨૪ કલાક ખુલ્લા રહે છે. સિન સિટી વિસ્તારમાં આવેલા એક મસાજ પાર્લરમાં બ્રિટનનો એક વ્યક્તિ ભાડાની હોન્ડા મોટરસાઇકલ પર બપોરે ૩ વાગ્યે મસાજ કરાવવા માટે પહોંચ્યો હતો. ત્યાં જઈને તેણે બધાં કપડાં ઉતાર્યાં અને ટેબલ પર જઈને સૂઈ ગયો હતો. જ્યારે ત્યાં મસાજ કરવા આવેલી યુવતીએ તેને તેલથી માલિશ કરવાનું શરૂ કર્યું ત્યારે તેણે જાેયું કે તે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. તો આ યુવતીએ મદદ માટે વિનંતી કરી અને સ્ટાફે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન કરવાનું શરૂ કર્યું. પરંતુ આ વ્યક્તિનો શ્વાસ બંધ થઈ ગયો હતો અને આટલા પ્રયત્નોથી પણ તે બચી શક્યો ન હતો. જે બાદ તેના શરીરને ટુવાલથી ઢાંકી દેવામાં આવ્યું હતું. તેના મૃતદેહને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા જ તેને સ્થળ પર જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસ સાંજે ૪ વાગ્યે બેંગ લામુંગ જિલ્લામાં લવલી મસાજ પાર્લર પર પહોંચી અને મૃત વ્યક્તિના પાર્લર પહોંચ્યાના એક કલાક પછી સ્થળને ઘેરી લીધું. મસાજ કરનાર યુવતીએ જણાવ્યું, ‘આ પહેલીવાર હતું જ્યારે તે વ્યક્તિ અમારી પાસે મસાજ માટે આવ્યો હતો. બધું સામાન્ય રીતે જ ચાલી રહ્યું હતું, પછી મેં જાેયું કે તે સૂઈ રહ્યો હતો. અચાનક તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. તે હાંફી રહ્યો હતો અને તેને ગૂંગળામણ થતી હતી. મેં મદદ માટે અન્ય છોકરીઓને બોલાવી અને અમે તેના હૃદયને પંપ કરવાનું શરૂ કર્યું પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહીં.’ નોંગ પ્રુ પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેટિવ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, ‘અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને અજાણ્યા લોકોને ઘટનાસ્થળેથી દૂર રાખ્યા. તેઓએ તપાસ કરી કે કોઈ ગેરવર્તણૂકના કોઈ સંકેત મળ્યા ન હતા. અંદરથી કોઈ ઓળખના દસ્તાવેજાે મળ્યા નથી. મૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ નથી.’થાઈલેન્ડના એક મસાજ પાર્લરમાં ટેબલ પર એક વૃદ્ધનું નગ્ન હાલતમાં મોત થયું. મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેનું મોત ત્યારે થયું જ્યારે તે કપડા વગર ટેબલ પર સૂતો હતો અને એક યુવતી તેને માલિશ કરી રહી હતી. તે મસાજ પાર્લરનું નામ હતું હેપ્પી એન્ડિંગ.