થાઈલેન્ડ
થાઈલેન્ડમાં એક બે વર્ષના બાળકના માતા-પિતા સ્વિમિંગ પૂલ પાસે ફોટોશૂટ કરાવવામાં એટલા વ્યસ્ત હતા કે રમત રમતા તેમનું બાળક ક્યારે પૂલમાં ડૂબી ગયું તેની તેમને ખબર પણ ન પડી. આ હૃદયદ્રાવક ઘટનાને કારણે માતાની હાલત ખરાબ છે. તે તેના બાળકને પાછું મેળવવા માંગે છે, પરંતુ અફસોસ, તે હવે ક્યારે પણ તેને નહીં મળે. મૃત બાળકની માતા વિયાડા પોન્ટાવી ઓનલીફન્સ વેબસાઈટ માટે એક મોડેલ છે. પુત્રના મૃત્યુ બાદ તે આઘાતમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ૨૬ વર્ષની વિયાડા પોન્ટાવીએ વેલેન્ટાઈન ડે પર તેના ઘરે પાર્ટી કરી હતી. જેમાં તેના ઘણા મોડલ મિત્રો સામેલ હતા. પાર્ટી દરમિયાન ઘર મહેમાનોથી ભરચક હતું. આ દરમિયાન તેનો બે વર્ષનો પુત્ર ચવનકોન ઘરે બનાવેલા સ્વિમિંગ પુલ પાસે રમી રહ્યો હતો. તે જ સમયે માતા વિયાડા પોન્ટાવી તેના પતિ સાથે ફોટોશૂટ કરાવવામાં વ્યસ્ત હતી. જ્યારે આ હ્રદયદ્રાવક ઘટના બની ત્યારે ચવનકોનના માતા-પિતા સ્વિમિંગ પૂલ પાસે ઉભા રહીને ફોટોશૂટ કરાવી રહ્યા હતા. તેમને ખ્યાલ પણ ન હતો કે તેમની પાછળ તેમનો નિર્દોષ પુત્ર ધીમે ધીમે કાળના મુખમાં સમાઈ રહ્યો છે. દુર્ભાગ્યે, જ્યારે બાળક પૂલમાં ડૂબી રહ્યો હતો, ત્યારે કોઈ તેને જાેઈ શક્યું નહીં. બાળકનું ગળું પાણીથી ભરાઈ ગયુ હોવાથી તે ચીસો પણ પાડી શક્યો નહીં. આ દરમિયાન જ્યારે પૂલમાંથી વિચિત્ર અવાજ સાંભળીને ચવનકોનના માતા-પિતા પાછા ફર્યા તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. પુત્ર પૂલમાં સંપૂર્ણપણે ડૂબી ગયો હતો. આ જાેઈને ત્યાં હાજર લોકોએ તરત જ તેને બહાર કાઢ્યો. પછી ઝ્રઁઇ આપવાનું શરૂ કર્યું. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ચવનકોનનો શ્વાસ અટકી ગયો હતો. વિયાડાને તેના પુત્રના મૃત્યુથી ઊંડો આઘાત લાગ્યો છે. તે વારંવાર પોતાને દોષ આપી રહી છે કે તેણે પોતાના દિકરીનું ધ્યાન કેમ ન રાખ્યુ.