International

થાઈલેન્ડે સરકાર ક્રિપ્ટોકરન્સી પર લગાવેલ ટેક્સ પાછો ખેંચવાની તૈયારી

થાઈલેન્ડ
ઘણા દેશો ક્રિપ્ટો-ટેક્સ લગાવી ચૂક્યા છે. જાેકે, લોકોના વિરોધ બાદ હવે થાઈલેન્ડ આવો જ ટેક્સ પાછો ખેંચવાની તૈયારી કરી રહ્યું છે. થાઈલેન્ડે અગાઉ જાહેરાત કરી હતી કે તે ક્રિપ્ટો પ્રોફિટ પર ૧૫% ટેક્સ લગાવી રહ્યું છે. વિરોધીઓ અને દેશના યુવાનોએ તેનો જાેરદાર વિરોધ કર્યો. જે બાદ સરકાર આ ર્નિણય પાછો લઈ રહી છે. આ વર્ષની શરૂઆતમાં, થાઈલેન્ડે જાહેરાત કરી હતી કે તે એસેટ ક્લાસ પર કેપિટલ ગેઈન ટેક્સ લાવી રહ્યું છે, જેમાં ટ્રેડિંગ અને માઈનિંગ પરનો ટેક્સ પણ સામેલ છે. થાઈલેન્ડ આ યોજના પર આગળ નહીં વધે. તેનો વેપારીઓએ જાેરદાર વિરોધ કર્યો છે. ક્રિપ્ટો માર્કેટના સમર્થકોએ કહ્યું છે કે ઊંચા કરવેરાથી બજારની સ્થિતિ વધુ ખરાબ થશે. થાઈલેન્ડના મહેસૂલ વિભાગે અગાઉ માહિતી આપી હતી કે વર્ષ ૨૦૨૦ પછી બજારનું કદ અને મૂલ્ય સતત વધ્યું છે. અપબિટ ક્રિપ્ટો-એક્સચેન્જના સીઈઓપીટ પીરાદેજ તાનરુઆંગપોર્ને જણાવ્યું હતું કે થાઈલેન્ડના મહેસૂલ વિભાગે તેનું હોમવર્ક પૂરું કર્યું ન હતું. બેંક ઓફ થાઈલેન્ડ અને દેશના નાણા મંત્રીએ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન સાથે મળીને ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે તે ડિજિટલ ચલણની ચૂકવણીને પ્રતિબંધિત કરવા માટે નિયમનકારી માર્ગદર્શિકા યોજના જારી કરશે. ઘણા દેશો ક્રિપ્ટો માર્કેટ પર ટેક્સ લગાવવાની તૈયારી કરી રહ્યા છે. આ યાદીમાં ભારત પણ સામેલ થયું જ્યાં ક્રિપ્ટો ટેક્સ લાદવામાં આવ્યો છે.ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર જંગી ૩૦ ટકા ટેક્સ લાદવામાં આવ્યો છે. ટિ્‌વટર પર લોકોએ પણ આ ર્નિણયનો ઘણો વિરોધ કર્યો છે. નાણાં મંત્રી ર્નિમલા સીતારમણે સામાન્ય બજેટ ૨૦૨૨-૨૩ રજૂ કરતી વખતે આ જાહેરાત કરી હતી. ક્રિપ્ટોકરન્સી પર ટેક્સ લાદનાર ભારત પહેલો દેશ નથી.

Crpto-Currency.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *