International

થાઈલેન્ડ એશિયાનો પહેલો દેશ જ્યાં ગાંજાની ખેતી કાયદેસર બની

થાઈલેન્ડ
થાઈલેન્ડ એશિયાનો એવો પહેલો દેશ બની ગયો છે જેણે ગાંજાે પીવો અને ઘરમાં તેની ખેતીને કાયદાકીય મંજૂરી આપી દીધી છે. થાઈલેન્ડના લોકો હવે ગાંજાે શાકભાજીની જેમ ઉગાડી શકશે. થાઈ સરકારે ગાંજાને પ્રતિબંધિત ડ્રગ્સની યાદીમાંથી હટાવી દીધુ છે. થાઈલેન્ડના સ્વાસ્થ્ય મંત્રી અનુતિન ચાર્નવિરાકૂલે આ અંગે જાહેરાત કરી. તેમણે કહ્યું કે સરકારની યોજના સમગ્ર દેશમાં ગાંજાના એક મિલિયન એટલે કે ૧૦ લાખ બીજ મોકલવાની છે. થાઈલેન્ડના સ્વાસ્થ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે તેઓ થાઈલેન્ડને એક ‘વીડ વંડરલેન્ડ’ તરીકે વિક્સિત કરવા માંગે છે. હવે નવા નિયમ મુજબ થાઈલેન્ડના લોકોને મેડિકલ આધારે ગાંજાની ખેતી, ખાવાની અને વેચવાની મંજૂરી અપાઈ છે. જાે કે માત્ર મનોરંજન હેતુથી ગાંજાે ફૂંકવા ઉપર હજુ પણ પ્રતિબંધ છે. એટલું જ નહીં સરકારે વેચવાના ગાંજાના ટીએચસી લેવલ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. જેનો હેતુ લોકોને ગાંજાે ફૂંકીને નશો કરતા રોકવા અને તેનો ઉપયોગ ફક્ત દર્દથી રાહત મેળવવા માટે છે. બીજી બાજુ ગાંજાનું સમર્થન કરનારા લોકોનું કહેવું છે કે આ પગલાંથી આ પ્રોડક્ટ હવે ગુનો રહેશે નહીં. થાઈલેન્ડની સરકારને આશા છે કે ગાંજાના પાકથી ભરપૂર કમાણી થશે અને કોરોનાના મારથી નબળી પડેલી અર્થવ્યવસ્થા મંદીમાંથી બહાર નીકળશે. ગાંજાથી બનેલી મીઠાઈ વેચનારા ચોકવાન કિટ્ટી ચોપકા આ મુદ્દે કહે છે કે કોરોના બાદ અર્થવ્યવસ્થા એટલી ખાઈમાં ધકેલાઈ છે કે, હવે વાસ્તવમાં તેની જરૂર છે. થાઈલેન્ડમાં કેટલાક લોકોએ ગાંજાને મળેલી મંજૂરી પર ખુબ ઉજવણી પણ કરી. તેમણે કેફેમાં જઈને મારિઝુઆના ખરીદ્યો જેને ગાંજાના છોડના એવા ભાગમાંથી બનાવવામાં આવે છે જેમાં નશાની ક્ષમતા ઓછી હોય છે. આ લોકો બેંગકોકના હાઈલેન્ડ કેફે પહોંચ્યા જ્યાં તેમણે સુગરકેન, બબલગમ, પર્પલ અફઘાની અને યુએફઓ નામની ગાંજાથી બનેલી ચીજાે ખરીદી. ગાંજાે ખરીદવા માટે સૌથી પહેલા પહોંચેલા રિટીપોંગ બાચકૂલે કહ્યું કે, હું હવે બૂમો પાડીને કહી શકું છું કે હું ગાંજાે પીનારો છું. મારે હવે આ વાત છૂપાવવાની જરૂર નથી. કારણ કે તેને પહેલા ગેરકાયદેસર ડ્રગ માનવામાં આવતી હતી.

Thailand-Thailand-became-the-first-country-in-Asia-to-legalize-cannabis-cultivation-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *