વોશિંગ્ટન
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે ‘વૃક્ષ પ્રત્યારોપણ નીતિ’ની સમીક્ષા કરી. આ દરમિયાન તેમણે કહ્યુ કે જ્યારથી આ યોજના શરુ થઈ છે ત્યારથી દિલ્લીમાં ટ્રી કવર(હરિત ક્ષેત્ર) એટલે કે ગ્રીન કવર વધી ગયુ છે. પહેલા રાજધાનીમાં હરિત ક્ષેત્ર ૧૯.૯૭ ટકા હતુ જે હવે વધીને ૨૩.૦૬ ટકા થઈ ગયુ છે. આ બધા આમ આદમી પાર્ટીની સરકારના કુશળ નેતૃત્વના કારણે થયુ. મયુર વિહારમાં એક જગ્યાએ વાવેલા વૃક્ષોનું નિરીક્ષણ કર્યા પછી તેમણે કહ્યુ કે વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને દિલ્હીનુ ગ્રીન કવર ૧૫-૧૬ ટકા ઘટવુ જાેઈતુ હતુ પરંતુ ઓક્ટોબર ૨૦૨૦માં લાવવામાં આવેલી વૃક્ષારોપણની નીતિએ તેને અટકાવી દીધુ. તેમણે કહ્યુ કે અમારી સરકાર પર્યાવરણ બચાવવા માટે સંવેદનશીલ છે અને દર વર્ષે મોટી સંખ્યામાં રોપાઓ વાવવામાં આવે છે. આ પોતાનામાં એક અનોખી નીતિ છે જેનો અમલ કરનાર દિલ્હી પ્રથમ રાજ્ય છે. અન્ય કોઈ રાજ્યે આવુ કરવાનો પ્રયાસ કર્યો નથી. વળી, અધિકારીઓએ મુખ્યમંત્રીને જણાવ્યુ હતુ કે નીતિના અમલીકરણથી, ટ્રાન્સપ્લાન્ટેડ વૃક્ષોના અસ્તિત્વનો દર ૩૦ ટકાથી વધીને ૫૪ ટકા થયો છે. આ નીતિ અનુસાર કાર્યકારી એજન્સીએ ઓછામાં ઓછા ૮૦ ટકા અસરગ્રસ્ત વૃક્ષોનુ ટ્રાન્સપ્લાન્ટ કરવુ જરૂરી છે. અધિકારીઓએ કેજરીવાલને એમ પણ કહ્યુ કે મયુર વિહારમાં સ્થળ પર વાવેલા ૨૨૦ વૃક્ષોમાંથી ૧૯૦ બચી ગયા છે.