ગ્રીસ
દિલ્હીમાં કોવિડના કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ દેશમાં કેસ સતત વધી રહ્યા છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના કેસ નોંધાયા છે. ૩,૪૭,૨૫૪ નવા કેસ સામે આવ્યા છે જ્યારે કોરોનાને કારણે ૭૦૩ લોકોના મોત થયા છે. કોરોના કેસની આ સંખ્યા ગઈકાલ કરતા લગભગ ૩૦ હજાર વધુ છે. આ સિવાય ઘણા મહિનાઓ પછી ૭૦૦થી વધુ લોકોના મોત થયા છે. રાજધાની દિલ્હીમાં ૧૨૩૦૬ કોરોના કેસ જાેવા મળ્યા હતા અને ૪૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. એટલે કે દિલ્હીમાં ભલે કેસ ઓછા થયા હોય પરંતુ મૃત્યુઆંક ચિંતાજનક છે. ગઈકાલે, ૧૦ જૂન પછી, ૧ દિવસમાં સૌથી વધુ મૃત્યુ થયા છે. ૧૦ જૂને ૪૪ દર્દીઓના મોત થયા હતા. હાલમાં દિલ્હીમાં એક્ટિવ કોરોના કેસની સંખ્યા ૬૮,૭૩૦ છે. રાજધાનીમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને ૨૫,૫૦૩ થઈ ગયો છે. આ સિવાય ૫૩,૫૯૩ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. જાે કે, હવે દિલ્હીમાં ખાનગી ઓફિસો ૫૦ ટકા સ્ટાફ સાથે ફરી ખુલી શકશે. કેજરીવાલ સરકારના આ પ્રસ્તાવને ઉપરાજ્યપાલે સ્વીકારી લીધો છે. જણાવી દઈએ કે દિલ્હીમાં કોરોનાના કેસ વધવાને કારણે ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. આમાં વીકએન્ડ કર્ફ્યુ, દુકાનો માટે ઓડ-ઇવન સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. ઉહ્લૐનો અમલ ખાનગી ઓફિસોને સંપૂર્ણપણે બંધ કરીને કરવામાં આવ્યો હતો. દુકાનો માટે લાગુ કરવામાં આવેલ ઓડ-ઈવન સિસ્ટમનો પણ ભારે વિરોધ થઈ રહ્યો છે.દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ યથાવત રહેશે. આ સાથે બજારો પણ ઓડ-ઈવન ફોર્મ્યુલા પર ખુલશે. કોવિડ કેસ ઘટતા દિલ્હી સરકારે આ પ્રતિબંધોને દૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે તેમને મંજૂરી આપી નથી.


