International

દુનિયાના સૌથી અમીર વ્યકિત એલન મસ્કના અફેરની ચર્ચાઓ

ફિલિપાઈન્સ
હાલ સિલિકોન વેલીની એક લવ સ્ટોરી દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર છે. એક યુવતી માટે દુનિયાના બે સૌથી અમીર વ્યક્તિ આમને સામને છે. રિપોર્ટ્‌સ મુજબ આંત્રપ્રિન્યોર નિકોલ શેનાહન દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કને ડેટ કરી રહી છે. જાે કે આ ખબરથી એલન મસ્કે અંતર જાળવ્યું અને ફગાવી દીધા. પરંતુ અહીં નોંધપાત્ર વાત એ પણ છે કે નિકોલ શેનાહન ગૂગલના કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિનની પત્ની છે. જેને કારણે દુનિયામાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. સર્ગેઈ બ્રિને જૂન મહિનામાં જાહેરાત કરી હતી કે તેઓ ડિવોર્સની યોજના ઘડી રહ્યા છે. સર્ગેઈ બ્રિને કહ્યું હતું કે તેમના વચ્ચે એવા મતભેદો છે જે દૂર થઈ શકે તેમ નથી. જાે કે નિકોલ શેનાહન અને ગૂગલના સહ સંસ્થાપક સર્ગેઈ બ્રિન છેલ્લા ૩ વર્ષથી પરણિત છે. વોલ સ્ટ્રિટ જર્નલના એક રિપોર્ટ મુજબ નિકોલ શેનાહન અને બ્રિને લગ્ન પહેલા એક સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા હતા. યુવતી શેનાહનની વાત કરીએ તો તે વ્યવસાયે એક વકીલ છે અને લીગલ ઈન્ફોર્મેટિક્સમાં કોડએક્સમાં ફેલો છે. તેમણે ક્લીયર એક્સેસ આઈપીની સ્થાપના કરી હતી. આ પેલો ઓલ્ટો બેસ કંપની છે જે પેટન્ટ માલિકોની મદદ કરે છે. શેનાહન ચીની પ્રવાસીની પુત્રી છે. શેનાહન જણાવે છે કે તેમની માતાએ એક સહાયિકા તરીકે કામ કર્યું અને તેઓ જાહેર મદદથી મોટા થયા. તેમની લિંક્ડઈન પ્રોફાઈલ મુજબ તેઓ વોશિંગ્ટનની પુગેટ સાઉન્ડ યુનિવર્સિટીના સ્નાતક છે જ્યાં તેમણે અર્થશાસ્ત્ર, એશિયન સ્ટડીઝ અને મેન્ડરિન ચાઈનીઝમાં અભ્યાસ કર્યો. તેઓ સિંગાપુરની નેશનલ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ દરમિયાન ગયા અને સેન્ટા ક્લારા યુનિવર્સિટીથી તેમણે વકીલાત કરી.

File-01-Page-03-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *