International

દેશમાં આગામી પ દિવસ અતિભારે વરસાદની આગાહી

વોશિંગ્ટન
ભારતીય હવામાન વિભાગ દ્વારા આવનારા ૫ દિવસો સુધી વરસાદને લઈને એલર્ટ જાહેર કરેલું છે. જેમાં મહારાષ્ટ્ર, ગોવા, ઓડિસા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ સહીત અન્ય રાજ્ય નો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં શનિવારે અને રવિવારે વધુ વરસાદ આવવાની સંભાવના જણાઈ રહી છે. હવામાન વિભાગે આવનારા ૨૪ કલાક માટે મુંબઈ અને ગોવામાં રેડએલર્ટ જાહેર કરેલું છે. મુંબઈમાં છેલ્લા ૪ દિવસથી સત્તત વરસાદ વર્ષી રહ્યો છે. મહારાષ્ટ્રમાં ૧૦ જુલાઈ સુધી વરસાદની આગાહી છે અને સમુદ્રતટે લોકો માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ગુજરાતમાં ૧૧ જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં જામનગર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છ જિલ્લામાં પણ વધુ વરસાદ પાડવાની સંભાવનાઓ છે. જેમાં ગુજરાતમાં અમુક વિસ્તાર પહેલાથીજ વરસાદની ચપેટમાં છે. જૂનાગઢમાં મુસળધાર વરસાદના પગલે પાણી ભરવાની અને પૂર ની સ્થિતિ સર્જાઈ છે. પશ્ચિમી માધ્ય પ્રદેશ ૮ અને ૧૦ જુલાઈ, પૂર્વ મધ્યપ્રદેશ અને છત્તીશગઢમાં ૧૧ જુલાઈએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પહાડી વિસ્તાર હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં ૮ અને ૯ જુલાઈ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગે શનિવારે અને રવિવારે પૂર્વી અને પશ્ચિમી ઉત્તરપ્રદેશ, દિલ્હી અને રાજસ્થાનમાં સામાન્ય વરસાદ પાડવાની આગાહી કરેલ છે. વળી ચંદીગઢ સ્થિત હવામાન વિભાગે જણાવ્યું, હરિયાણા અને પંજાબમાં આજથી જ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરી છે અને આવનારા દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે. ચંડીગઢમાં ભારે વરસાદને લીધે લોકોને ભેજથી રાહત મળી શકે છે.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *