આફ્રિકા
આફ્રિકાની જેમ જ ચીન પાકિસ્તાનમાં પણ તેની ઝ્રઁઈઝ્ર યોજનાનું વિસ્તરણ કરી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર, ચીનના આર્થિક ગુલામ બનવા તરફ આગળ વધી રહેલા પાકિસ્તાનમાં આગામી ૪ વર્ષમાં ૫૦ લાખ ચીની નાગરિકો કામ કરવા લાગશે. પાકિસ્તાન સિવાય ચીનની બહાર ભાગ્યે જ કોઈ દેશ હશે જ્યાં આટલી મોટી સંખ્યામાં ચીની નાગરિકો કામ કરતા હશે. પાકિસ્તાનની હેલ્થ સર્વિસ એકેડમીનો અંદાજ છે કે આ ચીની નાગરિકો ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર અને અન્ય પ્રોજેક્ટ્સમાં કામ કરશે.આફ્રિકામાં ઝડપથી પોતાનો પગ પસારનાર ચાઈનીઝ ડ્રેગનને મોટો ઝટકો લાગ્યો છે. આફ્રિકન દેશ નાઈજીરિયાના ઉત્તર મધ્ય વિસ્તારમાં કામ કરતા ત્રણ ચીની નાગરિકોનું બંદૂકધારીઓએ અપહરણ કરી લીધું છે. આફ્રિકાના આ સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં હિંસાની આ તાજેતરની ઘટના છે. ચીન આફ્રિકામાં તેના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટને ઝડપથી વિસ્તારી રહ્યું છે અને તેના હજારો નાગરિકો અને સૈનિકો હાલમાં આફ્રિકન દેશોમાં હાજર છે.ર્ નાઈજીરિયાની પોલીસે અપહરણની માહિતી આપી છે. બંદૂકધારીઓએ મંગળવારે નાઇજર રાજ્યમાં નિર્માણાધીન હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટમાં ચીનના નાગરિકો સાથે કામ કરી રહેલા બે નાઇજિરિયન નાગરિકોની હત્યા કરી દીધી. પોલીસ પ્રવક્તાએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કર્મચારીઓ ગુસ્સાસે ગામમાં પ્લાન્ટમાં ટ્રાન્સમિશન લાઇન નાખવાનું કામ કરી અર્હ્યા હતા, ત્યારે બંદૂકધારીઓ આવ્યા અને ગોળીબાર શરૂ કરી દીધો. પ્લાન્ટમાં તૈનાત પોલીસ કર્મચારીઓએ ચાર ચીની નાગરિકોને બચાવી લીધા. એક ચીની કર્મચારી અને બે સ્થાનિક કર્મચારીઓને ગોળીઓ વાગી હતી. ચીની દૂતાવાસની વેબસાઈટ પર જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ચીનના રાજદૂત કુઈ જિયાનચુને ગુરુવારે નાઈજીરિયાના પોલીસ વડા ઓસ્માન અલકાલી બાબા સાથે મુલાકાત કરી અને તેમને ચીની નાગરિકો સાથે જાેડાયેલા ગુનાઓમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરી.