નાગાલેંડ
સોશિયલ મીડિયા પર નાગાલેન્ડના મંત્રી તેમજેન અલોન્ગ ફરી ચર્ચામાં આવ્યા છે. નાની આંખોના ફાયદાઓ ગણાવીને ચર્ચામાં આવેલા આ મંત્રીજી વધુ એક રસપ્રદ કિસ્સાને લઈને ચર્ચામાં આવ્યા છે. આ મંત્રીજીના મજેદાર નિવેદનો સાંભળીને મોટા મોટા કોમેડિયનને પણ ભૂલી જશો. સોશિયલ મીડિયા પર નાગાલેન્ડના ઉચ્ચ શિક્ષામંત્રી તેમજેન ઈમ્ના અલોન્ગ ખુબ સક્રિય રહે છે. હાલમાં જ આ મંત્રીજી તેમની નાની આંખોના ફાયદાઓ ગણાવીને ચર્ચામાં આવ્યા હતા. આ મંત્રીજીના મજેદાર નિવેદનો સાંભળીને લોકો સ્ટેન્ડઅપ કોમેડિયનોને પણ ભૂલી જાય છે. ૪૧ વર્ષીય તેમજેન અલોંગ નાગાલેન્ડ સરકારમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને આદિજાતિ બાબતોના મંત્રી છે. આ સાથે તેમની પાસે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ છે. વર્ષ ૨૦૧૮માં તેઓ નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં અલંગટાકી મતવિસ્તારમાંથી ચૂંટાયા બાદ ધારાસભ્ય બન્યા હતા. તેમનો ઉછેર નાગાલેન્ડમાં થયો હતો. રાજ્યની શિક્ષણની સ્થિતિ સુધારવા માટે તેઓ સતત શાળાઓ અને કોલેજાેની મુલાકાત લેતા રહે છે. તેમના ભાષણો અગાઉ પણ ઘણી વખત ચર્ચાનો વિષય બની ચૂક્યાં છે. પરંતુ આ વખતે જ્યારે તેમણે પોતાના ભાષણમાં નાની આંખોની મજાક ઉડાવનારાઓ પર ટિપ્પણી કરી તો તેમનો આ વીડિયો વાયરલ થઇ ગયો હતો. મહત્વનું છે કે, નાની આંખોના ફાયદાઓ ગણાવ્યા બાદ હવે આ મંત્રીજીએ તેમની દિલ્લી યાત્રાનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો જેને સાંભળીને પણ લોકો લોટપોટ થઈ રહ્યા છે. મંત્રીજીના હાજર જવાબી અને મોજીલા અંદાજને લઈને લોકો હવે તેમના વ્યક્તિગત જીવન વિશે જાણવા ઈચ્છુક થઈ રહ્યા છે. તેમ જેનના લગ્ન થયા છે કે નહીં, જાે થયા હોત તો તેમના પત્ની કોણ છે? આવા સવાલો લોકોએ ગુગલ પર સર્ચ પણ કર્યા. જ્યારે લોકો તેમના પત્ની વિશે જાણવા ઈચ્છુક થયા ત્યારે તેમણે ટ્વીટ કરીને મજેદાર જવાબ આપ્યો કે, હું તો કુંવારો છું અને ખુદ પત્નીને શોધી રહ્યો છું. મંત્રીજીના મજેદાર નિવદેનો સાંભળીને લોકો તેમના ફેન થઈ રહ્યા છે. ૪૧ વર્ષીય તેમજેન ઈમ્ના અલોન્ગ નાગાલેન્ડના ઉચ્ચ શિત્રા મંત્રી તેમજ નાગાલેન્ડના પ્રદેશ અધ્યક્ષ પણ છે. સોશિયલ મીડિયા પર તેમજેન અલોન્ગના વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેમની હાજરજવાબી તેમજ ખુશમિજાજી અંદાજથી ખુબ પ્રભાવિત થઈ રહ્યા છે. લોકોને મંત્રીજીની હિન્દી ભાષા બોલવાનો અંદાજ પણ ખુબ પસંદ આવી રહ્યો છે.
