નેપાળ
નેપાળના પ્યુથાન જિલ્લામાં આજે સવારે ઊંચા પહાડ પરથી એક જીપ ખાડીમાં પડતાં આઠ લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે બેનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું. પોલીસ ઈન્સ્પેક્ટર બેની પ્રસાદ ગારેએ જણાવ્યું કે તમામ લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા.તે દરમિયાન અચાનક ડ્રાઈવરને ઝોકું આવી જતા સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેને લીધે જીપ ઊંચા ફળ પરથી નીચે ખીણમાં ખાબકી હતી.જેને લીધે જીપમાં સવાર તમામ લોકોના મોત થયા છે.
