નેવાદા
યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ નેવાદા રાજ્યની એક મહિલાએ તેની ગર્ભાવસ્થાને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ૨૯ વર્ષની આલિયાના રોડ્રિગ્ઝ તેના મોટા બેબી બમ્પ માટે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આલિયાના તેના બેડ બેબીબમ્પને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર પણ બની છે. જાે કે, બૉડી શેમિંગ વિશે કરવામાં આવેલી શરમજનક ટિપ્પણીઓ છતાં માતા અને બાળક બંને સ્વસ્થ છે. ઈલિયાનાએ શેર કરેલી તસવીરોમાં જાેઈ શકાય છે કે તેનુ પેટ સામાન્ય ગર્ભવતી મહિલા કરતા ઘણુ મોટુ હતુ. હવે મહિલાએ તેના બેબી બમ્પને ટ્રોલ કરવા બદલ ટ્રોલર્સને જવાબ આપ્યો છે. ૨૯ વર્ષીય એલિયાના રોડ્રિગ્ઝે ૧૨ જૂન ૨૦૨૨ના રોજ લાસ વેગાસની સેન્ટેનિયલ હિલ્સ હોસ્પિટલમાં તેના બીજા બાળકને જન્મ આપ્યો. આ બાળકનુ વજન ૮.૩ પાઉન્ડ (૩.૭ કિગ્રા) છે અને તે ૨૦.૫ ઇંચ છે. જે બેબી બમ્પ માટે ઈલિયાના ટ્રોલ થઈ રહી હતી તેમાં એક જ બાળક હતુ. એલિયાનાએ તે દિવસે માત્ર એક જ બાળકને જન્મ આપ્યો હતો. તેણે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેના બેબી બમ્પને જાેઈને ઘણા લોકોએ તેને કહ્યુ હતુ કે તેના પેટમાં જાેડિયા બાળકો છે. તેની ડિલિવરીનાં એક અઠવાડિયા પહેલા ઈલિયાનાએ ઈન્સ્ટાગ્રામ પર તેનો બેબી બમ્પ દર્શાવતો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં આલિયાનાએ ટી-શર્ટ ઊંચકીને પોતાનુ પેટ બતાવ્યુ હતુ. ફિલ્ટર વગરનો ફોટો શેર કરવા બદલ ઘણા લોકોએ મહિલાની પ્રશંસા કરી, તો ઘણા લોકોએ તેને ટ્રોલ પણ કરી. એક યુઝરે લખ્યું, ‘તમારા પેટમાં કેટલા બાળકો છે?’ એક વ્યક્તિએ લખ્યુ, ‘જૂઠું બોલવાનું બંધ કરો, સાચુ કહો, તમે કેટલા બાળકોને જન્મ આપવાના છો… તે ખૂબ જ મોટુ લાગે છે.’ ઈલિયાનાના વીડિયો પર ૭ હજારથી વધુ નેગેટિવ કોમેન્ટ્સ આવી હતી. જે તમામે ઈલિયાનાના બેબી બમ્પ પર સવાલ ઉઠાવ્યા હતા. લગભગ ૭,૦૦૦ ઇન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓએ એલિયાનાની પોસ્ટ પર તેના બમ્પના કદ વિશે સમાન પ્રશ્નો પૂછીને ટિપ્પણી કરી. જાે કે વખાણ કરનારા લોકોએ કહ્યુ કે, અમે સમજી શકીએ છીએ કે તમે ખૂબ જ દુઃખમાં છો. જ્યારે એક યુઝરે કોમેન્ટ કરી, ‘એવુ લાગે છે કે તમને જાેડિયા બાળકો છે. ભગવાન તમને શક્તિ આપે.’ એલિયાના રોડ્રિગ્ઝના જણાવ્યા મુજબ તેનુ બાળક સંપૂર્ણ સ્વસ્થ હતુ અને તેનો બેબી બમ્પ વાસ્તવમાં એકદમ નોર્મલ હતો. ઇલિયાનાએ કહ્યુ, ‘હું ખરેખર ડરી ગઈ હતી. મને આશ્ચર્ય થયુ કે મારુ પેટ કેમ અન્ય સ્ત્રીઓ કરતા મોટુ છે.’ એલિયાનાએ ટુડે ??પેરેન્ટ્સને કહ્યુ, ‘મારા ડોકટરોએ કહ્યુ કે તે સામાન્ય છે કારણ કે હું માત્ર ૪.૧૧ની છુ અને મારુ ધડ નાનુ છે. તેથી જ મારુ પેટ મોટુ દેખાય છે.’ એલિયાના રોડ્રિગ્ઝે કહ્યુ કે તે તેની પ્રથમ ગર્ભાવસ્થા દરમિયાન આવી જ સ્થિતિમાં હતી. તેનુ પ્રથમ બાળક પણ જન્મ સમયે ૮.૩ પાઉન્ડનુ હતુ. એલિયાનાએ સમજાવ્યુ કે તેનુ પેટ મોટુ લાગ્યુ કારણ કે તેણે ઘણુ બધુ એમ્નિઅટિક પ્રવાહી, એમ્નિઅટિક થેલીની અંદરનો તરલ પદાર્થ લઈ લીધો હતો જે ગર્ભાવસ્થા દરમિયાન પોષક તત્ત્વો આપીને ગર્ભનુ રક્ષણ કરે છે.મેયો ક્લિનિક મુજબ, વધુ પડતુ એમ્નિઅટિક પ્રવાહી ‘પોલિહાઇડ્રેમનીઓસ’ તરફ દોરી શકે છે. જે એકથી બે ટકા ગર્ભાવસ્થામાં થાય છે. જાે કે, એલિયાનાએ કહ્યુ કે તેના ડૉકટરોએ ‘પ્રવાહીની માત્રા અને બાળકના કદની પણ તપાસ કરી અને કહ્યુ કે બધુ સામાન્ય છે.’ ઈલિયાના રોડ્રિગ્ઝે કહ્યુ, ‘તે કોઈ રહસ્ય નથી કારણ કે દરેક વ્યક્તિ માટે ગર્ભાવસ્થા અલગ હોય છે અને દરેક મહિલાના બેબી બમ્પની સાઈઝ પણ અલગ હોય છે. બેબી બમ્પ જાેઈને તમે નક્કી નથી કરી શકતા કે એક મહિલા કેટલા બાળકોને જન્મ આપવાની છે. ઈલિયાનાએ કહ્યુ કે લોકોને માત્ર ટ્રોલ કરવુ હોય છે. મને ખબર નથી કે શા માટે લોકોએ મને નિશાન બનાવી અને અભદ્ર ટિપ્પણીઓ કરી. ઈલિયાનાએ કહ્યું, “હું જાણું છું કે કેટલાક લોકોમાં અન્યો પ્રત્યે દયાનો અભાવ હોય છે, પરંતુ હું એક દયાળુ મહિલા છું… તેથી મને ટ્રોલ માટે પણ ખરાબ લાગે છે. જાે કે, બધી ટિપ્પણીઓ નકારાત્મક ન હતી. પરંતુ તે સાચું છે કે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીના શરીર પર ટિપ્પણી કરવી ખૂબ જ સરળ છે. મેં મારા શબ્દો એટલા માટે શેર કર્યા છે કારણ કે હું ઈચ્છું છું કે મારા જેવી મહિલાઓ હિંમત રાખે.


