ઇસ્લામાબાદ
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની પોલીસે ટ્વીટ કરી કહ્યુ કે, પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનના ઘરના વિસ્તાર બની ગાલામાં તેમના આવવાની જાણકારી પ્રમાણે સુરક્ષા વધારી દેવામાં આવી છે અને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ખાનની ટીમની વાપસીને લઈને પોલીસને કોઈ ચોક્કસ જાણકારી મળી નથી. પોલીસે આપેલી માહિતી પ્રમાણે બાની ગાલામાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બની ગાલામાં લોકોની યાદી હજુ આપવામાં આવી નથી. તો શહેરમાં કલમ ૧૪૪ લાગૂ છે અને જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર કોઈને સભાની મંજૂરી નથી. ઇસ્લામાબાદ પોલીસે કહ્યું કે કાયદા પ્રમાણે ખાનને પૂરી સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ઇમરાનની સુરક્ષા ટીમ પાસે પણ આમ કરવાની આશા છે. તો આ મામલા પર પૂર્વ પીએમ ખાનના ભત્રીજા હસન નિયાઝીએ કહ્યુ કે, ઇમરાન ખાન પર હુમલો થશે તો તે પાકિસ્તાન પર હુમલો માનવામાં આવશે. તેમણે કહ્યું કે જાે અમારા નેતાને કંઈ થશે તો તે ભયાનક હશે અને ષડયંત્રકારી અફસોસ કરશે. તો ફવાદ ચૌધીએ કહ્યુ કે, પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓને પહેલા જ ઇમરાનની હત્યાના ષડયંત્રની જાણકારી મળી છે અને તે ઇસ્લામાબાદ રવિવારે આવ્યા છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની હત્યાનું ષડયંત્ર રચવાની અફવાઓ સતત સામે આવી રહી છે. ત્યારબાદ ઇસ્લામાબાદ પોલીસે કહ્યું કે શહેરની બની ગાલાની પાસેના વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓને હાઈએલર્ટ પર રાખવામાં આવી છે. તો રાજધાનીમાં કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી છે. શહેરના પોલીસ પ્રવક્તાએ જણાવ્યુ કે ઇસ્લામાબાદમાં લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
