International

પીએફઆઇના સભ્ય નાસિરની કરવામાં આવી ધરપકડ

મઉ
પીએફઆઇ ૨૨ નવેમ્બરે ત્રણ મુસ્લિમ સંગઠનોના મળી બનાવવામાં આવ્યું હતું આ કેરલનું નેશનલ ડેમોક્રેટિક ફ્રંટ,કર્ણાટક ફોરમ ફોર ડિગ્નિટી અને તમિલનાડુના મનિતા નીતિ પરસરઇ હતું પીએફઆઇ ખુદને બિન લાભકારી સંગઠન બતાવે છે પીએફઆઇમાં કેટલા સભ્ય છે તેની માહિતી સંગઠન આપતું નથી જાે કે દાવો કરવામાં આવે છે કે ૨૦ રાજયોમાં તેના યુનિટ છે શરૂઆતમાં પીએફઆઇનું હેડ કવાર્ટર કેરલના કોઝીકોડમાં હતું બાદમાં તેને દિલ્હી શિફટ કરવામાં આવ્યું હતું. યુપી એટીએસ અને મઉ પોલીસે પીએફઆઇના એક સક્રિય સભ્યની ધરપકડ કરી જેલમાં મોકલી દીધો છે.પીએફઆઇના સભ્યની ઓળખ નાસિર કમાલના રૂપમાં કરવામાં આવી છે.તે ખુબ લાંબા સમયથી એટીએસની રડારમાં હતો.નાસિર લખનૌમાં પીએફઆઇની અનેક બેઠકોમાં સામેલ પણ થઇ ચુકયો છે.તેને ઉર્દૂ,અરબી હિન્દી અને અંગ્રેજી ભાષાનુ જ્ઞાન છે. પીએફઆઇના સભ્યની ધરપકડને લઇ મઉના અપર પોલીસ અધીક્ષક ત્રિભુવન નાથ ત્રિપાઠીએ કહ્યું કે નાસિર કમાલ પુત્ર અબુલ અસર કમાલ પ્રેમારામ મોહલ્લાનો રહેવાસી છે લાંબા સમયથી એટીએસ તેની શોધમાં હતી માહિતીના આધાર પર એમે તેની ધરપકડ કરી છે. તેમણે કહ્યું હતું કે નાસિરે પુછપરછમાં પીએફઆઇ સાથે જાેડાયેલો હોવાની વાત સ્વીકારી છે તેણે કહ્યું કે તે પીએફઆઇની બેઠકમાં જતો હતો અનેકવાર લખનૌમાં થયેલી બેઠકમાં પણ સામેલ થયો હતો તેણે એ બાબતમાં પણ માહિતી આપી છે કે ત્યાં કંઇ રીતની કાર્યપધ્ધતિ થાય છે આ સાથે તેણે અનેક પદાધિકારીઓના નામ પણ બતાવ્યા છે જેને તે જાણતો હતો.

File-01-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *