યુએન
પેરાસિટામોલ પર મૂકવામાં આવેલા જૂથમાં બ્લડ પ્રેશર નોંધપાત્ર રીતે વધી ગયું હતું, જેનાથી હાર્ટ એટેક અથવા સ્ટ્રોકની શક્યતા ૨૦ ટકા વધી ગઈ હતી. યુનાઈટેડ કિંગડમમાં ત્રણમાંથી એક પુખ્ત વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે છતાં લગભગ ૧૦માંથી એક વ્યક્તિને ક્રોનિક પીડા માટે દરરોજ પેરાસિટામોલ સૂચવવામાં આવે છે. કોરોના કાળમાં અને ખાસ કરીને ત્રીજી લહેર દરમિયાન ઘણા લોકો કોવિડના લક્ષણોની સાથે જ આપમેળે પેરાસિટામોલનો આડેધડ ઉપયોગ શરૂ કરતાં હોય છે. આવામાં એડિનબર્ગ યુનિવર્સિટીની આ અહેવાલ સેલ્ફ મેડિકેશન કરતા તમામ માટે ચેતવણીરૂપ છે. એડિનબર્ગ યુનિવર્સિટીના થેરાપ્યુટિક્સ અને ક્લિનિકલ ફાર્માકોલોજીના અધ્યક્ષ પ્રોફેસર ડેવિડ વેબે જણાવ્યું હતું કે, “અમે હંમેશા વિચાર્યું છે કે આઇબુપ્રોફેન જેવી દવાઓની સામે પેરાસિટામોલ સલામત વિકલ્પ છે કારણ કે આઇબુપ્રોફેનથી બ્લડ પ્રેશર વધવાની આડઅસર થાય છે. હૃદયરોગનો હુમલો અથવા સ્ટ્રોકનું જાેખમ ધરાવતા દર્દીઓમાં પેરાસિટામોલનો ઉપયોગ કરવાનું બંધ કરવા માટે વિચારણા કરવી જાેઈએ.” “અમે ભલામણ કરીશું કે ચિકિત્સકો પેરાસિટામોલની ઓછી માત્રાથી શરૂઆત કરે અને તબક્કાવાર માત્રામાં વધારો કરે, જે પીડાને નિયંત્રિત કરવા માટે જરૂરિયાત કરતા વધારે ન હોય.” સંશોધકોએ જણાવ્યું હતું કે જે લોકોને ક્રોનિક પીડા માટે પેરાસિટામોલની જરૂર હોય છે તેઓએ તેમના બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે અલગ દવાઓનો ઉપયોગ કરવો જાેઈએર્ એડિનબર્ગ યુનિવર્સિટીના ક્લિનિકલ ફાર્માકોલોજીના પર્સનલ ચેર પ્રોફેસર જેમ્સ ડિયરએ કહ્યુંઃ “પેરાસિટામોલની બે અઠવાડિયાની સારવાર બાદ હાઈ બ્લડ પ્રેશર વધે છે અને આ બાબત એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે આપણે જાણીએ છીએ કે હાઈ બ્લડ પ્રેશર હાર્ટ એટેક અને સ્ટ્રોક માટે એક જાેખમી પરિબળ છે.”
