અમેરિકા
મિયામીથી લંડન તરફ જતી અમેરિકન એરલાઇન્સ જેટલાઇનર અધવચ્ચેથી જ પાછી આવી ગઈ, કારણ કે એક મુસાફરે કોવિડ માસ્ક પહેરવાનો ઇનકાર કર્યો હતો. એરલાઈને આ ઘટના અંગે જણાવ્યું હતું. એરલાઇને જણાવ્યું કે ‘અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ ૩૮ મિયામીથી લંડન સુધીની સેવા એક વિક્ષેપકારક મુસાફરના ફેડરલ માસ્ક પહેરવાની આવશ્યકતાનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો, જેને કારણે આ ફ્લાઈટ અધવચ્ચેથી મિયામી પાછી વાળી લેવામાં આવી હતી.’ જ્યારે બોઇંગ ૭૭૭ ૧૨૯ મુસાફરો અને ૧૪ લોકોના ક્રૂને લઈને મિયામીમાં પાછું ઉતર્યું ત્યારે પોલીસ રાહ જાેઈ રહી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે પ્લેન લેન્ડ થયું ત્યારે પોલીસે તે પેસેન્જરને કોઈ પણ ઘટના વિના પ્લેનમાંથી ઉતારી લીધો હતો. અમેરિકન એરલાઇન્સે કહ્યું કે આ ઘટના અંગે વધુ તપાસ બાકી છે, હાલ આ મુસાફરને એરલાઇન સાથે ઉડાન ભરવા પર પ્રતિબંધિત લોકોની યાદીમાં મૂકવામાં આવ્યો છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જાન્યુઆરી ૨૦૨૧માં જણાવ્યું હતું કે તે એવા લોકો પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા નીતિનું પાલન કરશે જેઓ યુએસ સ્થાનિક ફ્લાઇટ્સ પર માસ્ક પહેરવાનું ફરજિયાત ફેડરલ નિયમોને નકારે છે. આવું ત્યારે શરુ થયું કે જયારે ફ્લાઇટ એટેન્ડન્ટ્સે માસ્ક પહેરવાનો ઇનકાર કરનારા પ્રવાસીઓ પાસેથી મૌખિક અને શારીરિક દુર્વ્યવહારની મોટી સંખ્યામાં ઘટનાઓની જાણ કરી.