વોશિંગ્ટન
દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાં નોબેલ પુરસ્કારની જાહેરાત કરી દીધી છે. સ્વાંતે પાબોને ફિજિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર ૨૦૨૨ થી સન્માનિત કરવામાં આવ્યા છે. વિજ્ઞાન/ચિકિત્સામાં ૨૦૨૨ નો નોબલ પુરસ્કાર જીત્યો. પાબો અને તેમના પરિવારને પુરસ્કારની જાહેરાત બાદ ખુશી વ્યક્ત કરી પેનલનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્વીડિશ આનુવંશિકીવિદ સ્વાંતે પાબોને સોમવારે મેડિસિન અથવા ફિજિયોલોજી માટે નોબેલ પુરસ્કાર ૨૦૨૨ થી સન્માનિત કરવામાં આવ્યા. નોબેલ પુરસ્કાર સમિતિએ કહ્યું કે સ્વાંતે પાબોને ”વિલુપ્ત હોમિનિન અને માનવ વિકાસના જીનોમ સંબંધિત તેમની શોધો માટે પુરસ્કૃત કરવામાં આવ્યા. સાઇંટિફિક દુનિયામાં નોબેલ પુરસ્કારને સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર ગણવામાં આવે છે, આ સ્વીડનના કરોલિંસ્કા સંસ્થાની નોબેલ અસેંબલી દ્રારા પ્રદાન કરવામાં આવે છે અને તેની કિંમત ૧૦ મિલિયન સ્વીડિશ ક્રાઉન (ઇં ૯૦૦,૩૫૭) છે. આ પુરસ્કાર એવા સમયમાં આપવામાં આવ્યો છે. જ્યારે કોવિડ મહામારીએ મેડિકલ રિસર્ચને કેન્દ્ર સ્તર પર રાખવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે ભૌતિકી ક્ષેત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત મંગળવારે કરવામાં આવશે. રસાયણ વિજ્ઞાન ક્ષેત્રમાં બુધવારે વધુ સાહિત્યમાં ગુરૂવારે નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવશે. નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત શુક્રવારે અને અર્થશાસ્ત્ર પુરસ્કારની જાહેરાત ૧૦ ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.
