International

ફિલ્મ ટોપ ગન મેવરિક ૭૦૦ મિલિયન ડોલરને વટાવનારી છઠ્ઠી હોલિવૂડ ફિલ્મ

વોશિંગ્ટન
ટોમ ક્રુઝની ફિલ્મ ટોપ ગન મેવરિક દર અઠવાડિયે નવા રેકોર્ડ બનાવી રહી છે. બ્લોકબસ્ટર ફિલ્મ હકીકતમાં કેવી હોય છે તેનો ચિતાર આ ફિલ્મ આપી રહી છે. કમર્શિયલ સક્સેસની સાથે ક્રિટિક્સ દ્વારા પણ તેના ભરપૂર વખાણ થઈ રહ્યા છે. જેના કારણે ત્રણ મહિનામાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાનું શાસન જમાવી દીધું છે. ઓડિયન્સના રિસ્પોન્સના કારણે આ ફિલ્મે ૭૦૦ મિલિયન ડોલરનું કલેક્શન વટાવનારી છ હોલિવૂડ ફિલ્મોમાં સ્થાન મેળવ્યું છે. ટોમ ક્રુઝે આ ફિલ્મ માટે ૧૦૦ મિલિયન ડોલરનો ચેક મેળવ્યો હોવાનું કહેવાય છે, જે આ વર્ષની સૌથી મોટી રકમ છે. આ ફિલ્મે નોર્થ અમેરિકામાં ૭૦૦ મિલિયન ડોલરનો આંક વટાવ્યો છે. જ્યારે ગ્લોબલ ફ્રન્ટ પર તેને ૧.૪૪૦ બિલિયન ડોલર મળ્યા છે. આ સાથે બ્લેક પેન્થરના ૭૦૦.૪૨ મિલિયન ડોલરના રેકોર્ડને પણ તોડવાની નજીકમાં છે. જેથી ટૂંક સમયમાં તેને છઠ્ઠું સ્થાન મળવાનું નક્કી છે. જુરાસિક વર્લ્ડ ડોમિનિયન, થોરઃ લવ એન્ડ થન્ડર જેવી અનેક બિગ બજેટ ફિલ્મો આવી અને ગઈ, પરંતુ મેવરિક બધાથી આગળ છે. હવે તેની કોમ્પિટિશન સ્પાઈડર મેનઃ નો વે હોમ સાથે છે. ટોમ હોલેન્ડની સ્પાઈડર મેનને પાછલા વીકેન્ડમાં અલગ પોસ્ટ ક્રેડિટ સાથે રી-રીલિઝ કરવામાં આવી છે અને તેની અસર મેવરિક પર જાેવા મળી છે.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *