વોશીંગ્ટન
કેલિફોર્નિયા યુનિવર્સિટી- સાન ફ્રાન્સિસ્કોના રિસર્ચર્સે જાણ્યું છે કે ર્ઝ્રંઁડ્ઢ (ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસિસ) ના દર્દીઓ માટે અપૂરતી ઊંઘ સારી ઊંઘવાળાની સરખામણીમાં મુસીબતો નોતરતા જાેખમને ૯૫ ટકા જેટલું વધારી શકે છે. ઓછી ઊઁઘ ફેફસાને નુકસાન પહોંચાડી શકે છે અને રોગના કારણે મૃત્યુદરમાં તેજી લાવી શકે છે. ‘સ્લીપ’ મેગેઝીનમાં છપાયેલા રિસર્ચના તારણમાં પલ્મોનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના યુસીએસએફ ડિવિઝનના એક નૈદનિક પ્રભારી આરોન બોઘે જણાવ્યું કે આ રિસર્ચથી જાણવા મળ્યું છે કે “અપૂરતી ઊંઘ સંક્રમણ સામે લડતા એન્ટીબોડી અને સુરક્ષાત્મક સાઈટોકિન્સમાં ઘટાડા સાતે જાેડાયલી છે. રિસર્ચસે પુષ્ટિ કરાયેલા સીઓપીડીવાળા ૧૬૪૭ દર્દીઓનું અનુસરણ કર્યું. તેમણે ફ્લેયર-અપની નોંધણી કરી, કે જેમને ઉપચારની જરૂરિયાતવાળા લક્ષણોના અલ્પકાલિક બગડવાના રૂપમાં પરિભાષિત કરાયા અને ઊંઘની ગુણવત્તા પર સ્વયં રિપોર્ટ કરાયેલા ડેટા સાથે તેમની ઘટનાઓની સરખામણી કરી. યુસીએસએફ સ્કૂલ ઓફ મેડિસિન અને પલ્મોનોલોજિસ્ટ નીતા ઠાકુરે કહ્યું કે ‘સીઓપીડીના દર્દીઓનું મૂલ્યાંકન કરનારા ડોક્ટર્સ દ્વારા ઊંઘ વિશેના સવાલોની મોટાભાગે અવગણના થતી હોય છે.’ફેફસાની બીમારીવાળા દર્દીઓ માટે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ધ્રુમપાનની સરખામણીમાં અપૂરતી ઊંઘ કે ખલેલવાળી ઊંઘ વધુ હાનિકારક નીવડે છે.
