ફ્રાંન્સ
ફ્રાન્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું. આ પહેલા મરીન લે પેને રવિવારે રાષ્ટ્રપતિ પદની રેસમાં હાર સ્વીકારી હતી. તેમણે વર્તમાન પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનને વિજયી તરીકે સ્વીકાર્યા. પેને કહ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમનું અસાધારણ પ્રદર્શન “પોતામાં જ એક અદભૂત વિજય” દર્શાવે છે. ફ્રાન્સની વિવિધ પોલિંગ એજન્સીઓ મેક્રોનની જીતની આગાહી કરી રહી હતી. ઇમેન્યુઅલ મેક્રોને છેલ્લી ચૂંટણીમાં નેતા મરીન લે પેનને હરાવીને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી. ફ્રાન્સના પ્રમુખપદની રેસમાં નેતા મેરિયન લે પેન ત્રીજી વખત મેદાનમાં હતા. ઓપિનિયન પોલમાં, ઘણા ફ્રેન્ચ નાગરિકોએ રાષ્ટ્રપતિ તરીકે તેમની પ્રશંસા કરી. કોવિડ-૧૯ રોગચાળો અને યુક્રેન સંઘર્ષ જેવા મોટા વૈશ્વિક કટોકટીનો સામનો કરવા માટે તેમને યોગ્ય ગણવામાં આવતા હતા. ઇતિહાસ રચ્યા પછી, ઇમેન્યુઅલ મેક્રોન, તેની પત્ની બ્રિગેટ અને તેમના બાળકો સાથે, એફિલ ટાવર પાસે ચેમ્પ ડી માર્સ પર શણગારેલા સ્ટેજ પર પહોંચ્યા. તેમણે રાષ્ટ્રગીત ગાયું. જે બાદ લોકોને સંબોધિત કર્યા હતા. મેક્રોને કહ્યું, ‘હું ન્યાયી સમાજ ઈચ્છું છું. એવો સમાજ જ્યાં સ્ત્રી અને પુરૂષ વચ્ચે સમાનતા હોય. આવનારા વર્ષો ચોક્કસપણે મુશ્કેલ હશે, પરંતુ તે ઐતિહાસિક હશે. આપણે નવી પેઢીઓ માટે સાથે મળીને કામ કરવાનું છે. તેમણે કહ્યું પ્રિય મિત્રો, સૌ પ્રથમ તમારો આભાર. તમે બધાએ આગામી પાંચ વર્ષ માટે મારામાં વિશ્વાસ રાખ્યો. હું જાણું છું કે હું તમારો ઋણી છું. તેઓ અગાઉ વરિષ્ઠ સરકારી કર્મચારી હતા. પછી થોડાં વર્ષ રોથ્સચાઈલ્ડમાં બેન્કર તરીકે કામ કર્યું. તે પછી તેઓ સમાજવાદી રાષ્ટ્રપતિ ફ્રાન્સિસ ઓલાંદના આર્થિક સલાહકાર બન્યા. ૨૦૧૪ થી ૨૦૧૬ દરમિયાન ઓલાંદની સરકારમાં અર્થતંત્ર મંત્રી તરીકે નિયુક્ત થયા પછી તેમણે પડદા પાછળની ભૂમિકાઓથી રાજકીય દ્રશ્યમાં પ્રવેશ કર્યો.ફ્રાન્સમાં, વર્તમાન રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે. આ જીત બાદ તેઓ બીજી વખત ફ્રાન્સના રાષ્ટ્રપતિ બનશે. મેક્રોને નેતા મરીન લે પેનને સારા માર્જિનથી હરાવ્યા છે. આ ચૂંટણીમાં મેક્રોનને ૫૮% વોટ મળ્યા, જ્યારે પેનને માત્ર ૪૨% વોટ મળ્યા.
