International

બેલારુસમાં આગામી ૧૦ દિવસ સુધી રશિયા જાેરદાર યુદ્ધાભ્યાસ શરુ કરશે

 

રશિયા
રશિયાએ જાન્યુઆરીના મધ્યમાં જ બેલારુસમાં તેના સૈનિકો મોકલવાનું શરૂ કરી દીધું હતું. આ યુદ્ધાભ્યાસને ‘છઙ્મૈીઙ્ઘ ઇીર્જઙ્મદૃી’ નામ આપવામાં આવ્યું છે. આ યુદ્ધાભ્યાસના મહત્વનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે નાટોના જણાવ્યા અનુસાર, રશિયાએ શીત યુદ્ધ પછી પ્રથમ વખત આટલા મોટા પાયા પર સૈનિકો અને હથિયારો તૈનાત કર્યા છે. રશિયાએ આ તૈનાતી એવા સમયે કરી છે જ્યારે તેણે યુક્રેનની સરહદ પર ૧ લાખથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. રશિયા અને બેલારુસ વચ્ચે આ અભ્યાસનો ‘સક્રિય તબક્કો’ શરૂ થવા જઈ રહ્યો છે. બંને દેશો આ યુદ્ધાભ્યાસ એવા સમયે કરી રહ્યા છે જ્યારે યુક્રેનને લઈને પશ્ચિમી દેશો સાથે રશિયાનો વિવાદ ચરમસીમા પર છે. પશ્ચિમી દેશોના નેતાઓ આ તણાવને ઘટાડવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. આ યુદ્ધાભ્યાસ દરમિયાન રશિયા અને યુક્રેન તેમની હવાઈ તાકાતનું પ્રદર્શન કરશે. સાથે જ તે પાડોશી નાટો દેશના હુમલાના જવાબમાં ગ્રાઉન્ડ એક્શનની પણ પ્રેક્ટિસ કરશે. યુએસ અને નાટો દેશોએ ચેતવણી આપી છે કે આ યુદ્ધાભ્યાસ વાસ્તવિક હુમલાનું રિહર્સલ હોઈ શકે છે અથવા બેલારુસ સરહદથી માત્ર ૧૫૦ કિમી દૂર સ્થિત યુક્રેનની રાજધાની કિવને કબજે કરવાનો પ્રયાસ પણ હોઈ શકે છે. બીજી તરફ, રક્ષા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે રશિયા અને બેલારુસ દ્વારા યુદ્ધાભ્યાસ દરમિયાન હુમલો અથવા કબજાે કરવાની શક્યતા ઓછી છે. જાે કે, તેમણે ચેતવણી આપી હતી કે આ તંગ વાતાવરણમાં, જાે કોઈ પક્ષ ખોટું પગલું ભરે છે, તો તે લશ્કરી કાર્યવાહીમાં ફેરવાઈ શકે છે. યુક્રેનના ભૂતપૂર્વ રાજદ્વારી એલેક્ઝાન્ડર ખારાએ કહ્યું, ‘પશ્ચિમ બાજુથી પોલેન્ડ અને લિથુઆનિયાને અને ઉત્તર બાજુથી યુક્રેનને ધમકી આપવા માટે સેનાને તૈનાત કરવામાં આવી છે. તેનો સંદેશ એ છે કે રશિયા એક એવા ઓપરેશનને શરૂ કરી શકે છે કે જેના અંતર્ગત કિવને કબજે કરી લેવામાં આવે.’ આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી હતી કે જાે યુક્રેન નાટોમાં સામેલ થશે તો પરમાણુ યુદ્ધ થશે. પુતિને ચેતવણી એવા સમયે આપી છે કે જ્યારે રશિયાએ પોલેન્ડની સરહદ નજીક પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ મિગ-૩૧ તૈનાત કર્યા છે. રશિયાએ એ વાતનો પણ ઇનકાર કર્યો છે કે પુતિન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચેની વાતચીત દરમિયાન યુક્રેન પર કોઈ ડીલ થઈ છે.યુક્રેન સાથે યુદ્ધ જેવા માહોલ વચ્ચે બેલારુસમાં આગામી ૧૦ દિવસ સુધી રશિયા જાેરદાર યુદ્ધાભ્યાસ શરુ કરવા જઈ રહ્યું છે. બેલારુસમાં આ યુદ્ધાભ્યાસ યુક્રેનની સરહદની ખૂબ નજીક થવા જઈ રહ્યો છે. સુરક્ષા નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે રશિયા અને બેલારુસ આ યુદ્ધાભ્યાસ દ્વારા યુક્રેન અને પશ્ચિમી દેશોને સંદેશ આપવા માંગે છે કે તેઓ યુદ્ધને લઈને કેટલા ગંભીર છે. આ યુદ્ધાભ્યાસમાં રશિયાના ૩૦,૦૦૦ સૈનિકો, જી-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ અને ૧૨ સુખોઈ-૩૫ ફાઈટર જેટ તૈનાત કરવામાં આવ્યા છે.

S400-Sucoi-35-Defence-System-Russia.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *