International

બોર્ડર પર મોટું ષડયંત્ર રચવાની તૈયારીમાં ચીન

ચીન
ચીનીની વેસ્ટર્ન થિયેટર કમાન્ડની ટીમ ભારતીય બોર્ડર સાથે જાેડાયેલ સુરક્ષાનુ કામકાજ સંભાળે છે. તિબ્બત મિલીટરી ડિસ્ટ્રીક્ટ ન્છઝ્ર ના નીચાણવાળા ભાગ પર સુરક્ષાનુ કામ સંભાળે છે. આ જ સીમા ભારતના પૂર્વોત્તર રાજ્યો તથા ઉત્તરાખંડ સાથે જાેડાયેલી છે. આ ઉપરાંત લદ્દાખનુ કામકાજ સંભાવનાર શિનજિયાંગ મિલીટરી ડિસ્ટ્રીક્ટ પણ તેના કમાન્ડ અંતર્ગત કામ સંભાળે છે. તિબ્બત મિલીટરી ડિસ્ટ્રીક્ટના અધિકારીઓએ થોડા દિવસો પહેલ ચીનની કેટલીક કોલેજાે અને યુનિવર્સિટીઝની મુલાકાત કરી હતી. જ્યા તેમણે વિદ્યાર્થીઓને કહ્યુ કે, તેમને હિન્દી ભાષાના જાણકાર યુવકોની ચીનની સેનામાં જરૂર છે. સાથે જ તેમણે ચીનના ભવિષ્ય વિશે પણ ચર્ચા કરી. ગત કેટલાક મહિનામાં પીએલએએ મોટી સંખ્યામાં યુવકોની ભરતી કરી, જેઓ હિન્દી સારી રીતે જાણી શકે છે. આ યવકોને ભારતની બોર્ડર સાથે જાેડાયેલા કામકાજમાં સામેલ કરવામાં આવશે. કહેવાય છે કે, પૂર્વીય લદ્દાખમાં ભારત અને ચીન બંનેના બોર્ડર વિસ્તારમાં અંદાજે ૫૦-૫૦ હજાર સૈનિકો હથિયારોથી લાદીને સુરક્ષા કરી રહ્યા છે. તેમાં ભારત સેના વિવાદને વાતચીતના માધ્યમથી ઉકેલવામાં પ્રયાસ રહ્યુ છે. જાેકે, ચીનના આકરા વલણને કારણે તે શક્ય બની શકતુ નથી. ગત બે વર્ષથી પૂર્વીય લદ્દાખમાં ૫૦ હજારથી વધુ સૈનિકો અને હથિયારોથી ઉભા રહેલા ભારતીય જવાનોને જાેઈને ચીન બોર્ડરથી એક ડગલુ પણ આગળ વધવાની હિંમત કરી શક્યુ નથી. જેને કારણે ચીને હવે નવો પ્લાન અજમાવ્યો છે. તે પોતાની સેના ઁન્છ માં એવા ગ્રેજ્યુએટ યુવકોની ભરતી કરી રહી છે, જે હિન્દી ભાષા જાણે છે. કહેવાય છે કે, હિન્દી ભાષાના જાણકાર યુવકોની ભરતી કરીને ચીન ભારત સાથે જાેડાયેલી ઈન્ટેલિજન્ટ્‌સ માહિતી મેળવવાના ફિરાકાં છે. જેથી તે ન્છઝ્ર ની આસપાસના તમામ પ્લાન જાણી શકે. વેસ્ટર્ન થિયેટર કમાન્ડ અંતર્ગત આવતા મિલીટરી જિલ્લામાં જૂન મહિનાથી જે ભરતી થશે, તેમાં હિન્દી ભાષાના નવા માપદંડ મૂકવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *